VADODARA : પાના-પક્કડથી લઇ સોનાના દાગીના સુધી ચોરીનો 100 ટકા મુદ્દામાલ રિકવર
VADODARA : વડોદરાના કારેલીબાગ પોલીસ મથક (KARELIBAG POLICE STATION) વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ
(NIGHT ROUND) દરમિયાન એક શખ્સ પાસે શંકાસ્પદ સામાન જણાતા તેને ઉભો રહેવા માટે પોલીસે ઇશારો કર્યો હતો. જે બાદ તે નાસી છુટ્યો હતો. થોડાક અંતર સુધી પકડદાવ ચાલ્યા બાદ શખ્સ એક્ટીવા મુકીને કુદવા ગયો અને ત્યાં તેને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. જે બાદ તેના વાહન પાસેથી મળી આવેલા મુદ્દામાલ અંગે પુછવામાં આવતા તે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. આખરે કડકાઇ પુર્વક પુછતા તેણે ચોરી કબુલી હતી. ઉપરોક્ત મામલે પોલીસે 100 ટકા મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રોકવા માટેનો ઇશારો કરતા તે ભાગવા માંડ્યો
કારેલીબાગ પોલીસના જવાનો નાઇટ પેટ્રોલીંગમાં હતા, દરમિયાન આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે આવતા એક્ટીવા ચાલક આગળના ભાગે છેલો મુકીને જઇ રહ્યો હતો. તેને રોકવા માટેનો ઇશારો કરતા તે ભાગવા માંડ્યો હતો. જે બાદ તેનો પીછો કરવા માટે પોલીસ તેની પાછળ ભાગી હતી. તેવામાં આમ્રપાલી કોમ્પલેક્ષથી લઇને છાણીથી સીધા સાંકરદા બ્રિજ પાસે નવા બંધાતા પેટ્રોલપંપ સુધી પીછો ચાલ્યો હતો. ત્યાર બાદ એક્ટીવા ચાલક વાહન મુકીને દિવાલ કુદી નીચે પડી ગયો હતો. તેને કોર્ડન કરી તેનું નામ પુછતા હસમુખભાઇ વિરમભાઇ મકવાણા ઉર્ફે મનસુખભાઇ બાબુભાઇ કલાણી (ઉં. 59) (રહે. ડુંગરા ગામ, દાહોદ) (મુળ રહે. ધબળા, કચ્છ-ભૂજ) નો હોવાનું જણાવ્યું હતું.
રાત્રે ત્રણ વાગ્યે તેણે કારેલીબાગ વિસ્તારના બંધ મકાનમાં ચોરી કરી
ચોરે એક્ટીવા મુકીને ભાગવા જતા તેને ઇજાઓ પહોંચી હતી. તેની એક્ટીવાના આગળના ભાગેથી થેલો મળી આવ્યો હતો. જેમાં રોકડા રૂપિયા, સોનું તથા અન્ય સામાન મળી આવ્યા હતા. જે અંગે તેને પુછતા તે તે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન્હોતો. બાદમાં તેની કડકાઇ પૂર્વક પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, રાત્રે ત્રણ વાગ્યે તેણે કારેલીબાગ વિસ્તારના બંધ મકાનમાં ચોરી કરી છે. આમ કારેલીબાગ પોલીસના જવાનોએ સોના ઝવેરાતથી લઇને પાના પક્કડ સુધીનો 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો છે. ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે રૂ. 10.13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ કારેલીબાગ પોલીસ મથક અને ગોરવા મથકમાંથી ચોરીનો કેસ ઉકેલી કાઢ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : કળિયુગી જમાઇએ વૃદ્ધ સાસુના મોઢે ડુચો દઇ માર માર્યો