Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "એક કિલો RDX લઇને ઉભો છું", કંટ્રોલરૂમમાં ફોન આવતા પોલીસ દોડી

VADODARA : હાલ વડોદરા સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઇને આદર્શ આચાર સંહિતા લાગું છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા સતત સતર્ક રહીને કામગીરી કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા રાત્રે પોલીસ કંટ્રોલરૂમમાં અજાણ્યા વ્યક્તિએ ફોન...
vadodara    એક કિલો rdx લઇને ઉભો છું   કંટ્રોલરૂમમાં ફોન આવતા પોલીસ દોડી

VADODARA : હાલ વડોદરા સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઇને આદર્શ આચાર સંહિતા લાગું છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા સતત સતર્ક રહીને કામગીરી કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા રાત્રે પોલીસ કંટ્રોલરૂમમાં અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને કહ્યું કે, હું એક કિલો RDX નો જથ્થો લઇને ઉભો છું. બાદમાં પોલીસ દોડતી થઇ હતી. અને મોબાઇલ લોકેશનના આધારે શખ્સની ઘરપકડ કરી અકોટા પોલીસ (AKOTA POLICE STATION - VADODARA) દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

મોબાઇલ લોકેશનના આધારે શોધખોળ

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, 1 જુનના રોજ રાત્રે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર શખ્સે જણાવ્યું કે, હું અકોટા ગણપતિ મંદિર પાછળ એક કિલો આરડીએક્સનો જથ્થો લઇને ઉભો છું. વાતની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ સતર્ક થઇ હતી. અને ફોન કરનાર શખ્સના મોબાઇલ લોકેશનના આધારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

અલાયદી ફરિયાદ દાખલ

લોકેશન મળતા જ ફોન કરનાર ક્રિષ્ના ભવાનીરામ સંતોલીયા (રહે. સુધરાઇ કોલોની, પોલીસ લાઇન પાછળ, અકોટા) (મુળ રહે. ઉત્તરાખંડ) ની અટકાયત કરી તેના વિરૂદ્ધ ઇપીકો કલમ 177 મુજબની ફરિયાદ કરવામાં આવી હતી. અટકાયત સમયે તેણે કેફી પીણું પીધુ હોવાનું જણાઇ આવતા તેના વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ અંતર્ગત અલાયદી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Advertisement

ઘટનાઓ અટકવાની જગ્યાએ સામે આવતી રહે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ખોટી માહિતી આપવી, પરેશાન કરવાની ઘટનાઓ અગાઉ પણ આવી ચુકી છે. જે બાદ તમામની અટકાયત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી ચુકી છે. છતાં આ પ્રકારની ઘટનાઓ અટકવાની જગ્યાએ સમયાંતરે સામે આવતી રહે છે.

આ પણ વાંચો -- VADODARA : સ્માર્ટ વિજ મીટરનું બેસણું, મહિલાએ કહ્યું “ઘર ચાલે તેમ નથી”

Advertisement

Tags :
Advertisement

.