Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : દુર્ગંધ મારતા પાણીએ લોકોની મુશ્કેલીઓ વધારી, તંત્ર પર નિષ્ક્રિયતાનો આરોપ

VADODARA : વડોદરાના મકરંદ દેસાઇ રોડ પર આવેલા સરોજ પાર્ક અને મેઘા પાર્કના રહીશોને ત્યાં દુષિત પાણી (VADODARA - CONTAMINATED WATER) આવતા તેઓ ત્રસ્ત થયા છે. ઉનાળામાં જ્યારે પાણીની જરૂરીતાય અને વપરાશ વધે ત્યારે તેવા સમયે પાલિકા દ્વારા ગટર મિશ્રીત...
04:05 PM Jun 06, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરાના મકરંદ દેસાઇ રોડ પર આવેલા સરોજ પાર્ક અને મેઘા પાર્કના રહીશોને ત્યાં દુષિત પાણી (VADODARA - CONTAMINATED WATER) આવતા તેઓ ત્રસ્ત થયા છે. ઉનાળામાં જ્યારે પાણીની જરૂરીતાય અને વપરાશ વધે ત્યારે તેવા સમયે પાલિકા દ્વારા ગટર મિશ્રીત દુષિત પાણી મળતા લોકોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે. સોસાયટીના રહીશો જણાવે છે કે, ઓનલાઇન, ઓફ લાઇન અને રૂબરૂ વોર્ડ - 10 ની કચેરીએ જઇને ફરિયાદ કરી છે. પણ તંત્ર ઉંઘતુને ઉંઘતું જ રહ્યું છે, તે લોકો કોઇ જ એક્શન લેતા નથી.

પોલીસ બોલાવવાની ધમકી આપી

સરોજ પાર્કના મહિલા જણાવે છે કે, અમારી સોસાયટીમાં ત્રણ મહિના જેટલા સમયથી ગંદુ પાણી આવે છે. ઓનલાઇન, ઓફ લાઇન અને રૂબરૂ વોર્ડ - 10 ની કચેરીએ જઇને ફરિયાદ કરી છે. પણ તંત્ર ઉંઘતુને ઉંઘતું જ રહ્યું છે, તે લોકો કોઇ જ એક્શન લેતા નથી. આજે સવારે 9 વાગ્યાથી અમે પાલિકાની કચેરી પહોંચ્યા હતા. જ્યાં અધિકારીએ અમને પોલીસ બોલાવવાની ધમકી આપી હતી. અમે કહ્યું કે, ગટર સાફ કરાવો, તો તે અંગે તેઓ કંઇ બોલવા તૈયાર નથી. તેઓ અલગ અલગ લોકોને બોલાવીને ગટર સાફ કરાવવા અંગેની વાતો કરી નાટક કરે છે. ગટર સાફ થતી નથી. અમારે ત્યાં 6 ઘરમાં લોકો બિમાર છે. હવે તો અમને શરીરે ખંજવાળ પણ આવવા લાગી છે. આ સમસ્યાનું સોલ્યુશન આવવું જ જોઇએ. વડોદરાવાસીઓએ અમને મદદ કરવી જોઇએ.

કોઇ ફરિયાદ જ નથી મળી

અન્ય મહિલા જણાવે છે કે, અમે ચાર થી પાંચ વખત ફરિયાદ આપી છે. ત્યારે પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે, અમને કોઇ ફરિયાદ જ નથી મળી. અમારી સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવો.

અસંખ્યા ફરિયાદો ઉઠવા પામી

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં દુષિત અને ગટર મિશ્રીત પાણી લોકોના ઘર સુધી પહોંચતું હોવાની અસંખ્યા ફરિયાદો આ ઉનાળામાં ઉઠવા પામી છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ પ્રકારની પરિસ્થિતી ફરી વખત ન સર્જાય તે માટે ધ્યાન રાખવું પડશે. નહી તો લોકોની મુશ્કેલીઓમાં વધારો થતો જ રહેશે.

આ પણ વાંચો -- VADODARA : બ્યુટિફિકેશન થયેલા ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓના મોત

Tags :
contaminationfaceissuePeopleraiseVadodaraVoicewater
Next Article