Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : પારૂલ યુનિવર્સિટીમાં ઔપચારિક ભાષા અને ઓટોમેટા થિયરીનું પેપર લીક,બેની ધરપકડ

અહેવાલ_  પીન્ટુ પટેલ ડભોઇ વડોદરા    વડોદરા નજીક પારૂલ યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ દ્વારા બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના ઓપચારિક ભાષા અને આને ઓટોમેટા થીયરી ના પેપર પારુલ કોલેજની એમઆઈએસ સિસ્ટમમાંથી રાત્રિના સમયે મેળવી લીક કરવામાં આવ્યું છે. જે...
vadodara   પારૂલ યુનિવર્સિટીમાં ઔપચારિક ભાષા અને ઓટોમેટા થિયરીનું પેપર લીક બેની ધરપકડ

અહેવાલ_  પીન્ટુ પટેલ ડભોઇ વડોદરા 

Advertisement

વડોદરા નજીક પારૂલ યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ દ્વારા બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના ઓપચારિક ભાષા અને આને ઓટોમેટા થીયરી ના પેપર પારુલ કોલેજની એમઆઈએસ સિસ્ટમમાંથી રાત્રિના સમયે મેળવી લીક કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી છેતરપિંડી. જે અંગેની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી. જાણવા મળતી માહિતી મુજબ કોલેજમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારી સહિત વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

Advertisement

યુનિવર્સિટીના નિયમ મુજબ કામગીરી

Advertisement

ફેકલ્ટીના પેપર તૈયાર થયા બાદ યુનિવર્સિટીના સોફ્ટવેર એમઆઇએસ માં તૈયાર કરવાના વિષયના પ્રોફેસરોને મોકલવામાં આવતા કરતા હોય છે. ત્યારે આ અપલોડ થયા બાદ યુનિવર્સિટી ની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ પેપર તૈયાર કરવામાં આવે છે ત્યારે કોઈ ભૂલ કે અગાઉ બહાર પાડેલા પેપર રિપીટ થયેલા છે કે કેમ તે ખાતરી કરવા માટે કોલેજના ફેકલ્ટીના ડીન ને રિવ્યુ માટે પ્રોફેસરની નિમણૂક કરી અમારા પરીક્ષા વિભાગમાં મોકલી આપતા હોય છે જેથી અમારા કર્મચારીઓ મારફતે રીવ્યુની કામગીરી પરીક્ષાના આશરે એક બે કલાક પહેલા કરાવીએ છીએ આ પેપરમાં ભૂલો વગેરે હોય તો રિવ્યુ કરનાર પ્રોફેસરને અમુક ટકાવારી સુધારો કરવા આપવાની શકતા આપવામાં આવે છે. પેપર તૈયાર થયા બાદ જે તે ફેકલ્ટીના પ્રિન્સિપાલને સિસ્ટમમાં અપલોડ કરી મોકલી આપવામાં આવે છે આ કામગીરી માટે અલગ અલગ વિભાગોમાં યુનિવર્સિટીએ કર્મચારીઓની નિમણૂક કરેલી છે.

Image preview

અપલોડ કરેલ પેપર લીક

પારુલ યુનિવર્સિટીમાં કામગીરી કરનાર રાજુભાઈ જશવંતસિંહ બારીયા ( રહે. પીપળીયા ગામ, બ્રાહ્મણ ફળિયું ,તાલુકો. વાઘોડિયા, જીલ્લો વડોદરા)ને ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે .ચાલુ વર્ષે અલગ અલગ ફેકલ્ટીના સેમેસ્ટરોની એકઝામ પારુલ યુનિવર્સિટી તરફથી નક્કી કરેલા ટાઈમ ટેબલ મુજબ લેવાની કામગીરી હાલમાં ચાલુ હતી .જેમાં એન્જિનિયરિંગ વિભાગના સેમેસ્ટરની પરીક્ષા તારીખ 25 /10 /23 થી ચાલુ કરવામાં આવેલી હતી. એન્જિનિયરિંગ વિભાગના બીટેક કોમ્પ્યુટર સાયન્સના પાંચમા સેમેસ્ટર ના કુલ છ પેપર લેવામાં આવનાર હતા જે પૈકી ઔપચારિક ભાષા અને ઓટોમેટા થીયરીનું પેપર પૂરું થયા બાદ બપોરના કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળ્યું કે પેપર પહેલેથી જ whatsapp ગ્રુપમાં ફરતું હતું .આ સંદર્ભે યુનિવર્સિટી દ્વારા કમિટીની રચના કરી અને કમિટીના સભ્યોને તપાસ આપવામાં આવી હતી જે તપાસ 23 મી નારોજ પરીક્ષા વિભાગમાં ઓફિસર આસિસ્ટન્ટ તરીકે કામ કરતા રાજકુમાર જશવંતસિંહ બારીયાએ પરીક્ષા પહેલા કોલેજની સિસ્ટમમાં આ ઔપચારિક ભાષા અને ઓટોમેટા થીયરીના કુલ ચાર પેપરો ડાઉનલોડ કરી દીધા હોવાનો પડદા ફાસ્ટ થયો હતો

Image preview

આર્થિક ફાયદા માટે ભરેલ પગલું

પેપર લીક થયા સંબંધે પૂછતા જ કરતા જાણવા મળ્યું હતું કે તેઓએ પેપર ડાઉનલોડ કરી પોતાના આર્થિક ફાયદા માટે તેમના કેટલાક મિત્રોને કોલેજના વિદ્યાર્થીઓને પૈસા લઈ પેપર આપેલ હોવાનું જાણવા મળ્યું હતું અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ આપેલ હોવાનું બહાર આવ્યું હતું. જેથી યુનિવર્સિટી પરીક્ષા વિભાગમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા રાજકુમાર જશવંતસિંહ બારીયા અને વિદ્યાર્થી સામે ચેતાપિંડી અંગેની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે

સી.ઈ.ઓ દ્વારા નોંધાઈ ફરિયાદ

કોલેજના કંટ્રોલર ઓફ એક્સ તરીકે ફરજ બજાવતા અને છેલ્લા 15 વર્ષથી પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નિરવ કુમાર રમેશચંદ્ર ભાવસારે વાઘોડિયા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું અમારું કામ એક્ઝામ ની તારીખ છે થયા બાદ વિદ્યાર્થીઓને રીઝલ્ટ જાહેર થાય ત્યારબાદ માર્કશીટ આપવાની તેમ જ રીચેકિંગની કામગીરી અને એકઝામિશનેશનના પેપરો કરવાની તેમજ છેલ્લા ડિગ્રી સર્ટી આપવા સુધીની કામગીરી કરીએ છીએ આમ પારુલ યુનિવર્સિટીનો પેપર લીક નો મામલો વાઘોડિયા પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસે ફરિયાદના આધારે આગળની કાનૂની તપાસ હાથ ધરી હતી.

આ  પણ  વાંચો -અંબાજી મંદિરમાં ફરજ બજાવતા GISFS સિક્યુરિટી ગાર્ડએ રાજ્યપાલને ઈચ્છામૃત્યુની મંજૂરી માટે પત્ર લખ્યો

Tags :
Advertisement

.