Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : નોટીસ બાદ પદ્માવતી શોપીંગ સેન્ટરના વેપારીઓની AGM માં રણનીતિ નક્કી કરાશે

VADODARA : વડોદરા (Vadodara) માં જુના અને જાણીતા પદ્માવતિ શોપીંગ સેન્ટર (Padmavati Shopping Centre) દુર કરવા માટે તંત્ર મક્કમ છે. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાઇકોર્ટમાં કેવિયેટ દાખલ કરવામાં છે. સેક્શન 148 A મુજબ આ કેવિયેટ દાખલ કરી છે અને ગુજરાત...
01:32 PM Mar 28, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (Vadodara) માં જુના અને જાણીતા પદ્માવતિ શોપીંગ સેન્ટર (Padmavati Shopping Centre) દુર કરવા માટે તંત્ર મક્કમ છે. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાઇકોર્ટમાં કેવિયેટ દાખલ કરવામાં છે. સેક્શન 148 A મુજબ આ કેવિયેટ દાખલ કરી છે અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 મુજબ રજિસ્ટર એડીથી નોટિસ ફટકારી છે. જેમાં ઓફિસ અને દુકાનો મળી 289 લોકોને 15 દિવસમાં મિલકત ખાલી કરવા નોટિસ ફટકારી છે. આ નોટીસ મળ્યા બાદ આજે વેપારી સંગઠનના અગ્રણીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી તેમની વાત મુકવામાં આવી છે.

સન્માનજનક રીતે શિફ્ટ કરાવાની વાત હતી

સમગ્ર ઘટનાક્રમને લઇને વેપારી અગ્રણી જણાવે છે કે, એક વર્ષથી હેરીટેજ ડિક્લેર થયું ત્યારથી ધારાસભ્ય બાળુ શુક્લાએ અમારી સાથે ચર્ચા વિચારણા શરૂ કરી હતી. તેમની સાથે સ્ટેન્ડિંગ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર સાથે પણ વાટાઘાટો ચાલતી હતી. દરમિયાન અમને પ્લોટ બતાવવામાં આવ્યા હતા. છેલ્લે કારેલીબાગનો પ્લોટ સિલેક્ટ કરાવી, અને અમને અહિંયાથી સન્માનજનક રીતે ત્યાં શિફ્ટ કરાશે તેવી વાત હતી. દોઢ - બે વર્ષમાં રોજગાર નવો વધે, વૈકલ્પિક જગ્યા ડી માર્ટની બાજુમાં પ્લોટ પતરા મારીને સ્ટોલ તૈયાર કરવાની વાત હતી. તે કમિટમેન્ટ પર અમે આગળ ચાલ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીંધી સમાજ જોડે લાગણી અને આત્મીયતા રહી છે. આખી દુનિયામાં મોદીજીની કમિટમેન્ટ ચાલે છે, અમારા જનપ્રતિનીધી બાળુ શુક્લએ જે કમિટમેન્ટ આપ્યું છે. તેના પર વિશ્વાસ રાખીએ આ કમીટી, સમાજ, 1200 પરિવારોની રોજગારીનો સવાલ છે. તેઓ અમને 1200 માણસોને રઝળતા નહિ મુકે.

અમે વિવાદમાં ટકરાવવા નથી માંગતા

વધુમાં વેપારી અગ્રણી જણાવે છે કે, અમને જે કમિટમેન્ટ આપ્યું છે, તે પુરૂ થાય.સિંધી સમાજ ચોથી પેઢીથી ભાજપ સાથે રહ્યું છે. કારેલીબાગમાં બતાવેલો પ્લોટ ફાઇનલ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગમાં શું થયું તેની અમને ખબર નથી. જેમની સાથે અમારી મીટિંગ થઇ છે, તેની જે માંગણીઓ દરખાસ્તમાં ચઢાવવામાં આવી છે. તે જ માંગણી મુકી રહ્યા છીએ. ખાલી કરવાની નોટીસ મળ્યા બાદ આગળના દિવસોમાં એજીએમ બોલાવીને 250 વેપારીઓ નક્કી કરશે, તે પ્રમાણે થશે. કયા કારણોસર ઠરાવ પસાર નથી થયો તેની અમને જાણકારી નથી. વેપારીઓને નોટીસ મળતા ચિંતામાં છે. અમે વિવાદમાં ટકરાવવા નથી માંગતા.

નોટીસ અમારી રૂટીન પ્રક્રિયા છે

અન્ય વેપારી અગ્રણી જણાવે છે, છેલ્લા અઠવાડિયામાં બાળુ ભાઇએ અમને મૌખિક વચન આપ્યું છે કે, જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા નહિ આપીએ ત્યાં સુધી તમને ખાલી નહિ કરાવીએ. નોટીસ અમારી રૂટીન પ્રક્રિયા છે. તેના પર તમે ચિંતા ન કરો. 15 - 20 કમિટી મેમ્બરને ધારાસભ્યએ તેમના કાર્યાલયે વાત કરી હતી.

આ પણ વાંચો --VADODARA : 15 ડગલાં જેટલા અંતરમાં ત્રણ ભુવા પડ્યા, તંત્રની નબળી કામગીરીનો રિપોર્ટ કાર્ડ જાહેર

Tags :
CenterGOTnoticepadmavatishoppingtradersVadodaraWorried
Next Article