Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વાઘોડિયા રોડ પર 10 ફૂટ મોટો ભુવો પડ્યો, ડ્રેનેજ લાઇન બેસી ગઇ

VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસાની શરૂઆત થતા જ રોડ-રસ્તા પર ભૂવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. તાજેતરમાં વડોદરાના વાઘોડિયા રોડ પર 10 ફૂટ મોટો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. ડ્રેનેજ લાઇન બેસી જવાના કારણે આ સ્થિતીનું સર્જન થયું...
vadodara   વાઘોડિયા રોડ પર 10 ફૂટ મોટો ભુવો પડ્યો  ડ્રેનેજ લાઇન બેસી ગઇ

VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસાની શરૂઆત થતા જ રોડ-રસ્તા પર ભૂવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. તાજેતરમાં વડોદરાના વાઘોડિયા રોડ પર 10 ફૂટ મોટો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. ડ્રેનેજ લાઇન બેસી જવાના કારણે આ સ્થિતીનું સર્જન થયું હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. આટલો મોટો ભૂવો પડતા એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગતરોજ શહેરના નિઝામપુરા વિસ્તારમાં કાંસ પરના ગરનાળાનો એક મોટો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. એક પછી એક રોજ પાલિકાના ભ્રષ્ટાચારના પુરાવા લોકો સમક્ષ ખુલ્લા પડી રહ્યા છે.

Advertisement

એક તરફનો રોડ બંધ કરાયો

વડોદરામાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ રસ્તા પર મસમોટા ભૂવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. એક-બે દિવસ છોડીને રોજ કોઇને કોઇ વિસ્તારમાં નાનો-મોટો ભૂવો પડ્યો હોવાનું સપાટી પર આવી રહ્યું છે. જે પાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યું છે. તાજેતરમાં વાઘોડિયાના દર્શનમ વર્ટિકા પાસે રસ્તા પર મસમોટો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. 18 મીટરના રોડ પર મોટો ભૂવો પડતા એક તરફનો રોડ બંધ કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે. આ ભૂવાની અંદાજીત પહોળાઇ 10 ફૂટ હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.

પાણી ઉલેચવા પંપ મુકાયા

તો બીજી તરફ આ ભૂવામાં ડ્રેનેજના પાણી ભરાઇ જતા તેને ઉલેચવા માટે પંપ મુકવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પાલિકા દ્વારા થતી કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આ એક નમુનો હોવાની લોકચર્ચા જાગવા પામી છે. ભૂવો પડતા અટકાવી નહી શકતું તંત્ર આટલો મોટો ભૂવો પડ્યા બાદ કેટલા સમયમાં તેનું સમારકામ પૂર્ણ કરે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : હરણી બોટકાંડ મામલે પોલીસ કમિશનરને કૌભાંડના પુરાવા સોંપાયા

Advertisement
Tags :
Advertisement

.