Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ઉભરાતી ગટરની સ્થિતી વચ્ચેથી અંતિમયાત્રા પસાર થવા મજબૂર

VADODARA : વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સ્મશાન બહાર અને આસપાસની સોસાયટીઓમાં ગટર (DRAINAGE ISSUE) ના પાણી ઉભરાઇને ફેલાયા છે. જેને કારણે અંતિમયાત્રાએ પણ ઉભરાયેલા ગટરની ગંદકી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. જેને કારણે આસપાસની સોસાયટીઓમાં રહેતા સ્થાનિકોમાં પાલિકા તંત્રની...
vadodara   ઉભરાતી ગટરની સ્થિતી વચ્ચેથી અંતિમયાત્રા પસાર થવા મજબૂર

VADODARA : વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સ્મશાન બહાર અને આસપાસની સોસાયટીઓમાં ગટર (DRAINAGE ISSUE) ના પાણી ઉભરાઇને ફેલાયા છે. જેને કારણે અંતિમયાત્રાએ પણ ઉભરાયેલા ગટરની ગંદકી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. જેને કારણે આસપાસની સોસાયટીઓમાં રહેતા સ્થાનિકોમાં પાલિકા તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

ગટરના પાણીમાં થઇ પસાર થવું પડે તે દુખદ છે

વડોદરાના નિઝામપુરા (NIZAMPURA) વિસ્તારમાં સ્મશાન ગૃહ આવેલું છે. આ સ્મશાન ગૃહ બહાર અને તેની આસપાસના વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા છે. જેના કારણે આસપાસના લોકોએ નાક બંધ કરીને અવર-જવર કરવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક જણાવે છે કે, બે મહિનાથી રજૂઆત કરી રહ્યા છે. ડિલક્ષથી નવાયાર્ડને જોડતો નવો રોડ પણ બનાવ્યો છે. ગટર બેસી ગઇ છે, તેમ તેઓ જણાવી રહ્યા છે. આસપાસમાં સ્વચ્છતા જોવા મળી રહી છે, પરંતુ ગટરના પાણી ફરી વળવાને કારણે સમસ્યા સર્જાઇ છે. સ્વજન ગુમાવવાની વેદનાથી કુટુંબીજન સ્મશાન આવે અને તેમણે ગટરના પાણીમાં થઇ પસાર થવું પડે તે દુખદ છે.

Advertisement

ગટરનું પાણી બેક મારે છે

વિશ્રાંતી પાર્ક સોસાયટીની મહિલા જણાવે છે કે, અહિંયા તિવ્ર દુર્ગંધ મારે છે. ગંદામાં પગ મુકીને અમારે સોસાયટીમાંથી બહાર આવવું પડે છે. લોકો બિમાર પડી રહ્યા છે. અહિંયા કોઇ જોવા આવતું નથી, કોઇ દરકાર લેતું નથી. ગટરનું પાણી બેક મારે છે, જેથી અમારી ગટર પણ ઉભરાય છે. સાથે જ જીવડાં-મચ્છરોની સમસ્યા પણ વધી રહી છે.

કરોડોના વેરા શું કામ લો છો

સ્થાનિક કોર્પોરેટર જહાં ભરવાડ જણાવે છે કે, દોઢ મહિના પહેલા સમસ્યા ઉજાગર થઇ હતી. મુક્તિધામમાં જતા લોકો પણ ગંદા પાણીમાંથી જવું પડે તે અંગે ફરિયાદ કરતા હોય છે. આસપાસમાં રોગચાળો ફેલાઇ શકે છે, વારંવાર પાલિકામાં રજૂઆત કર્યા બાદ પણ આ સ્થિતી છે. કરોડોના વેરા શું કામ લો છો, આજે રોડ બની ગયો પણ ડ્રેનેજ લાઇનના ઠેકાણા નથી. પાલિકાના અધિકારીઓને ખબર નથી પડતી કે, પહેલા ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન, વરસાદી ચેનલની કામગીરી કરીએ અને પછી રોડ બનાવીએ.

Advertisement

કાંસ વહી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે

વધુમાં તેઓ જણાવે છે કે, ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાનું સત્વરે ઉકેલ લાવવામાં નહિ આવે તો સ્થાનિક રહીશો સાથે પાલિકામાં ધરણા કરવામાં આવશે. સ્મશાન જવાના રસ્તા પર એક-એક ફૂટ પાણી ભરાઇ જાય છે. પંપ ચાલુ કરીને પાણી ઉતારી દેવામાં આવે છે. અહિંયા ભૂખી કાંસ આવેલી છે. જે વહેતી જ હોય છે. જે લોકો જોતા જ હોય છે. હવે રસ્તા પર કાંસ વહી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --VADODARA : ચૂંટણીને લઇ રૂ. 10 લાખથી વધુની શંકાસ્પદ રોકડ સામે થશે કાર્યવાહી, હેલીપેડ-એરપોર્ટ દેખરેખ હેઠળ

Tags :
Advertisement

.