Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ માથાભારે સામે કાર્યવાહી શરૂ

VADODARA : વડોદરા (VADODARA) ના નવનિયુક્ત પોલીસ કમિશનર (POLICE COMMISSIONER) નરસિમ્હા કોમર (Narsimha N. Komar IPS) દ્વારા ચાર્જ સંભાળ્યાના 24 કલાક નથી થયા ત્યાં તો માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીને લઇને લોકોમાં શાંતિ...
vadodara   પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ માથાભારે સામે કાર્યવાહી શરૂ

VADODARA : વડોદરા (VADODARA) ના નવનિયુક્ત પોલીસ કમિશનર (POLICE COMMISSIONER) નરસિમ્હા કોમર
(Narsimha N. Komar IPS) દ્વારા ચાર્જ સંભાળ્યાના 24 કલાક નથી થયા ત્યાં તો માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીને લઇને લોકોમાં શાંતિ અને સલામતીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ગુનેગારોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે. આજથી શરૂ થયેલી કાર્યવાહી આગામી દિવસોમાં પણ જારી રહી શકે છે.

Advertisement

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરાઇ

વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે. તાજેતરમાં શહેરના બાપોદ, પાણીગેટ, વડોદરા ગ્રામ્યના મંજુસર, વડોદરા તાલિકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા મુકેશ ઉર્ફે મુક્કુ નારાયણદાસ મખીજાની (ઉં. 46) (રહે. મંગલા માર્વેલ સોસાયટી, સોમનાથ નગર, તરસાલી) ની જાન્યુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. મુક્કુ આર્થિક ફાયદા માટે વિદેશી દારૂની ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાથી આ પ્રવૃત્તિઓ અંકુશમાં આવે તે માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની સામેની પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

પાલનપુર જેલ મોકલી આપવામાં આવ્યો

આ પાસા દરખાસ્તને વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિમ્હા કોમર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. જેને લઇને બુટલેગર મક્કુને પાસા વોરંટ અંતર્ગત અટકાયત કરીને પાલનપુર જેલ મોકલી આપવામાં આવ્યો છે.

Advertisement

અસર બીજા જ દિવસથી જોવા મળી

અત્રે નોંધનીય છે કે, ગતરોજ શહેરના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે ચાર્જ સંભાળ્યો છે. અને તેમણે શહેરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાય તે માટે પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જેની અસર બીજા જ દિવસથી જોવા મળી રહી છે.

આરોપીનો ઇતિહાસ

મુકેશ ઉર્ફે મુક્કુ નારાયણદાસ મખીજાની (ઉં. 46) (રહે. મંગલા માર્વેલ સોસાયટી, સોમનાથ નગર, તરસાલી) દ્વારા શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પ્રોહિબીશનની પ્રવૃત્તિઓ આચરવામાં આવી હતી. શહેર-જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં તેની સામે દારૂ સંબંધિત 24 ગુનાઓમાં તે પકડાયો છે. તાજેતરમાં તેને પાસા કરવામાં આવતા માથાભારે આરોપીઓમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : લોકસભા ઉમેદવારના નામાંકન વેળાએ ગેસ ભરેલા ફુગ્ગા ફાટતા ત્રણ દાઝ્યા 

Tags :
Advertisement

.