Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : નેશનલ લોક અદાલતમાં રૂ. 90.11 કરોડનું સેટલમેન્ટ કરાયું

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) માં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલત (NATIONAL LOK ADALAT) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ પ્રકારના સમાધાન લાયક કેસો મુકવામાં આવ્યા હતા. આ નેશનલ લોક અદાલતમાં રૂ. 90.11 કરોડની...
01:19 PM Jun 23, 2024 IST | PARTH PANDYA

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) માં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલત (NATIONAL LOK ADALAT) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ પ્રકારના સમાધાન લાયક કેસો મુકવામાં આવ્યા હતા. આ નેશનલ લોક અદાલતમાં રૂ. 90.11 કરોડની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હોવાનું યાદી અનુસાર જાણવા મળ્યું હતું.

કુલ 33,659 કેસો મુકવામાં આવ્યા

22, જુનના રોડ નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરાને મે. પ્રિન્સિપાલ જજ અને ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટીના ચેરમેન જે. એલ. ઓડેદરાની અદ્યક્ષતામાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 33,659 કેસો મુકવામાં આવ્યા હતા.

પ્રિ લીટીગેશનના કેસોમાં સમાધાન

નેશનલ લોક અદાલતમાં મુકવામાં આવેલા કેસો પૈકી મોટર અકસ્માતના કુલ - 97 કેસો, એનઆઇ એક્ટના કુલ - 2,941 કેસો મળી સમાધાન લાયક કુલ - 3,576 કેસો લોક અદાલતમાં સમાધાનથી પૂર્ણ થયેલા છે. તથા 25,243 કેસ સ્પેશિયલ સીટીંગ એમ વડોદરા જિલ્લા પેન્ડિંગ કેસોમાંથી કુલ, 28,819 કેસો પૂરા થયા છે. હજી સુધી કોર્ટમાં નથી આવ્યા તેવા પ્રિ લીટીગેશનના કેસો જેમ કે, બેંકોના બાકી નાણાંના કેસો, ગેસ બીલના કેસો, બીલ ચુકવણી, તથા ટ્રાફીક ચલણ કેસો મળી કુલ - 31,189 કેસો સમાધાનથી પૂર્ણ કરાવ્યા છે. તથા લોક અદાલતની જાગૃતતાથી ટ્રાફીક નિયમ ભંગના બાકી નિકળતા કુલ - 27,713 ચલણની ભરપાઇ થઇ છે. લોક અદાલતમાં સમાધાનથી રૂ. 90.11 કરોડની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત તમામ માહિતી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, વડોદરાની યાદીમાં સામે આવવા પામી છે.

આ પણ વાંચો -- VADODARA : રોંગ સાઇડ જતા વાહનો વિરૂદ્ધ વિશેષ ડ્રાઇવથી ફફડાટ

Tags :
adalatcasedisposelokmanyNationalsettlementsuccessfullyVadodarawith
Next Article