Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : MSU માં એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓ હેડ ઓફીસ પહોંચ્યા

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU VADODARA) ને કોમન એક્ટ અંતર્ગત આવરી લેવામાં આવતા હવે ઘણુબઘુ બદલાયું છે. આ વર્ષે કોમન એડમીશન પોર્ટલના માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા માટે મેરીટ લીસ્ટ જાહેર કરવાની શરૂઆત કરી દેવાઇ છે. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના...
vadodara   msu માં એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓ હેડ ઓફીસ પહોંચ્યા

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU VADODARA) ને કોમન એક્ટ અંતર્ગત આવરી લેવામાં આવતા હવે ઘણુબઘુ બદલાયું છે. આ વર્ષે કોમન એડમીશન પોર્ટલના માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા માટે મેરીટ લીસ્ટ જાહેર કરવાની શરૂઆત કરી દેવાઇ છે. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષની યાદી જાહેર થતાં જ હોબાળો મચી ગયો છે. 75 ટકાએ જનરલ કેટેગરીનું મેરીટ અટકાવી દેવાતા 5 હજાર કરતાં વધારે સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. તેવા સંજોગોમાં આજે વધુ એક વખત વિવિધ વિદ્યાર્થી સંગઠનોના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ યુનિ હેડ ઓફીસ પહોંચ્યા છે. અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આ તકે પોલીસ બોલાવવામાં આવતા વિદ્યાર્થી નેતાઓ દ્વારા વિરોધ જારી રાખવામાં આવ્યો હતો.

Advertisement

ખાનગી યુનિવર્સિટીને ફાયદો

NSUI નો વિદ્યાર્થી નેતા જણાવે છે કે, આજે એમ.એસ.યુનિ.ની હેડ ઓફીસ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. ઇતિહાસમાં પહેલી વખત બન્યું કે, 75 ટકા મેળવનાર વિદ્યાર્થીને એડમિશન નથી મળ્યું. આજે જે વાલીઓ વિદ્યાર્થીઓ પોતાની વેદના લઇને આવ્યા છે, ત્યારે વીસી અંદર બેસી ગયા છે. દરવાજાને તાળા મારી દીધા છે. પણ યાદ રાખજો અમે આ આંદોલનને એટલા આગળ લઇ જઇશું, સાંસદ-ધારાસભ્યને બોલાવવાની જરૂર પડશે, તો અમે તેમને બોલાવવા માટે તૈયાર છીએ. આવનારા સમયમાં ધારાસભ્ય અને સાંસદ આવશે. અમને માહિતી મળી છે કે, ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવા માટે આ બધુ કરવામાં આવી રહ્યું છે. વડોદરાના વિદ્યાર્થીઓને ન્યાય નહી મળે તો અમે ભાજપ સરકારનો વિરોધ કરીશું. વડોદરામાં ભાજપ સરકારના પતનની આ શરૂઆત છે.

Advertisement

પોલીસની અમને બીક નથી

અન્ય જુથનો વિદ્યાર્થી અગ્રણી જણાવે છે કે, વડોદરા શહેરના જે વિદ્યાર્થીઓએ ધો. 12 પાસ કર્યું છે. તેમને MSU એડમિશન આપે તેવી અમારી માંગ છે. સીટો વધારવી જોઇએ. જ્યાં સુધી અમારી માંગ સ્વિકારવામાં નહી આવે ત્યાં સુધી અમારા સંગઠનના કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ વિરોધ કરશે. પોલીસની અમને બીક નથી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : “પાન-પડીકી ખાઇને પ્રવેશ કરવો નહી”, ડે. મેયરની ઓફીસે લાગ્યું પોસ્ટર

Tags :
Advertisement

.