VADODARA : ફડચામાં ગયેલી કંપનીની મોટી મશીનરી ગાયબ થતા કરોડોનું નુકશાન
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલી મોર્ડન સિન્ટેક્સ કંપની બેંક લોન ભરપાઇ કરવામાં નાકાન કરતા ડિફોલ્ટ થઇ હતી. એક સમય વિતી ગયા બાદ કંપની સામે એનસીએલટીમાં ફડચાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કંપનીની ફોરેન્સીટ ઓડિટ કરવામાં આવતા કરોડો રૂપિયાની મશીનરી ગાયબ હોવાનું ધ્યાને આવ્યું હતું. આખરે જવાબદારો સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અલર અલગ માધ્યમો થકી પૈસા મેળવ્યા
કરજણ પોલીસ મથકમાં પરશોત્તમ મનમોહન બાંડેકર (ઉં. 54) (રહે. વિજયનગર સોસાયટી, સહાર રોડ, અંધેરી, પૂર્વ મુંબઇ) એ નોંધાવેલી ફરિયા અનુસાર, તેઓ યુટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં સિનિયર વાઇઝ પ્રેસીડેન્ટ છે. વર્ષ 1995 માં યુટીઆઇ દ્વારા એનડીસી થકી રૂ. 53.85 કરોડ અને યુટીએન થકી રૂ. 7 કરોડ મોર્ડન સિન્ટેક્સ લી કંપનીને આપવામાં આવ્યા હતા.
પૂર્વ મંજૂરી વગર વેચી શકાય નહિ તેવી સ્થિતી
કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર કમલ રાંકા, ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર નિરજ રાઠોડ, ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર રાજગોપાલન વેણુગોપાલ, નોન એક્ઝીક્યૂટીવ ડાયરેક્ટર સુનિતા અશોક શર્મા, હતા. મોર્ડન સિન્ટેક્સ લિમિટેડ કંપની દ્વારા પૈસા સામે સિક્યોરીટી પેટે બામણગામ યુનિટની જમીન, પ્લાન્ટ અને મશીનરી મુક્યા હતા. સિક્યોરીટીને પગલે પૈસાની અવેજમાં મુકાયેલી જમીન તથા અન્ય પૂર્વ મંજૂરી વગર વેચી શકાય નહિ તેવી સ્થિતી હતી. આ સાચવવાની જવાબદારી કંપનીના પ્રોમોટર્સ અને ડાયરેક્ટર્સની હતી.
પૈસા ભરપાઇ કરવામાં નાકામ
વર્ષ 1997 - 98 માં મોર્ડન સિન્ટેક્સ કંપની લોનના પૈસાની પરત ચુકવણીમાં ડિફોલ્ટ થયું હતું. જે બાદ કંપની નોન પરફોર્મિંગ એસેટ (NPA) બની ગઇ હતી. જે બાદ કંપનીના બામણગામ યુનિટના જમીન, પ્લાન્ટ અને મશીનરીની વેલ્યુએશન કરવામાં આવી હતી. જેમાં જમીનની વેલ્યુએશન રૂ. 140 કરોડ અને પ્લાન્ટ અને મશીનરીનું વેલ્યુએશન રૂ. 82 કરોડ આંકવામાં આવ્યું હતું. કંપની સતત પૈસા ભરપાઇ કરવામાં નાકામ રહેતા તેને ફડચામાં લઇ જવા માટે NCLT જબલપુર ખાતે જાન્યુઆરી - 2018 માં એપ્લીકેશન દાખલ કરવામાં આવી હતી. વર્ષ 2022 માં શ્રીસરકાર દ્વારા બામણામ યુનિટનું પઝેશન લેવામાં આવ્યું હતું. મે - 2022 માં ફોરેન્સીક ઓડિટરની નિમણુંક કરવામાં આવી હતી.
ફિક્સ એસેટ મોટી સંખ્યામાં વેચી મારવામાં આવી
ફોરેન્સીક રિપોર્ટમાં ધ્યાને આવેલી બાબતો અનુસાર, કંપનીના બામણગામ પ્લાન્ટની મુલાકાત સમયે તેમાંથી મુખ્ય મશીનરી ગાયબ હોવાનું ધ્યાને આવ્યું હતું. માત્ર સહયોગી મશીનરી જ મળી આવી હતી. કંપનીની ઉપલબ્ધ મશીનરીમાંથી મુખ્ય પાર્ટસ ગાયબ હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. વર્ષ 2018 થી 2020 દરમિયાન કંપની દ્વારા રૂ. 50.55 કરોડની ફિક્સ એસેટ મોટી સંખ્યામાં વેચી મારવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આખરે એસેટ મેનેજર પરશોત્તમ મનમોહન બાંડેકર દ્વારા કમલ રાંકા (રહે. સિદ્ધાર્થ બિલ્ડીંગ, જે થડાની માર્ગ, મુંબઇ), નિરજ રાઠોડ (સરદાર પટેલ માર્ગ, સી સ્કીમ, જયપુર-રાજસ્થાન), રાજગોપાલન વેણુગોપાલ, સુનિતા અશોક શર્મા (રહે. સુખદા એપાર્ટમેન્ટ, સી વીંગ, એ.એસ.પી. માર્ગ, વર્લી મુંબઇ) સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -- Harani Lake Tragedy : કોટિયા પ્રોજેક્ટને આપેલા કોન્ટ્રાક્ટ સામે સવાલ! HC એ આપ્યો આ આદેશ