Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મરી માતાના ખાંચામાં ટ્રાફિકની સમસ્યા દુર કરવા પોલીસની એન્ટ્રી

VADODARA : વડોદરા (Vadodara) ના મરી માતાના ખાંચા (Mari Mata No Khacho) માં ટ્રાફિક (Traffic) ની સમસ્યા દુર કરવા માટે હવે પોલીસની એન્ટ્રી થઇ છે. ગતરોજ પાલિકાની ટીમ દ્વારા 2 ટ્રક ભરીને ટ્રાફિકને નડતરરૂપ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જે...
vadodara   મરી માતાના ખાંચામાં ટ્રાફિકની સમસ્યા દુર કરવા પોલીસની એન્ટ્રી

VADODARA : વડોદરા (Vadodara) ના મરી માતાના ખાંચા (Mari Mata No Khacho) માં ટ્રાફિક (Traffic) ની સમસ્યા દુર કરવા માટે હવે પોલીસની એન્ટ્રી થઇ છે. ગતરોજ પાલિકાની ટીમ દ્વારા 2 ટ્રક ભરીને ટ્રાફિકને નડતરરૂપ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જે બાદ આજે વિસ્તારમાં એસીપી સહિતના અધિકારીઓએ હાજર રહી ખુદ ચાલીને સ્થિતીનો અંદાજો મેળવ્યો છે. અને ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટેની તત્પરતા દર્શાવી છે.

Advertisement

ગતરોજ પાલિકાની ટીમ ત્રાટકી હતી

વડોદરાના મરી માતાના ખાંચામાં જુનું અને જાણીતું મોબાઇલ માર્કેટ ધમધમે છે. આ માર્કેટમાં મોબાઇલ ખરીદવા, વેચવા તથી રીપેરીંગ માટે આવતા લોકોના વાહનો રસ્તા પર આડેધડ પાર્ક થતા હોવાથી સ્થાનિકો માટે મુશ્કેલી સર્જે છે. આ વાતને લઇને સ્થાનિકો દ્વારા તાજેતરમાં ટ્રાફિક પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જે બાદ ટ્રાફિક પોલીસ દ્વારા લારી ધારકોને મેમો ફટકારવામાં આવ્યા હતા. આ બાદ પણ સમસ્યા દુર ન થતા ગતરોજ પાલિકાની ટીમ ત્રાટકી હતી. અને 2 ટ્રક ભરીને દબાણો દુર કરવામાં આવ્યા હતા.

Advertisement

ઇમર્જન્સી વાહનો પસાર થઇ શકતા નથી

આજે બપોરે મરી માતાના ખાંચામાં એપીસી સહિતના પોલીસ અધિકારીઓએ જાતે ચાલીને સ્થિતીનો તાગ મેળવ્યો છે. એસીપી અશોક રાઠવાએ મીડિયાને જણાવ્યું કે, સ્થાનિકોની રજૂઆત છે કે, મરી માતાનો ખાંચો સંકડો છે. મોબાઇલ શોપ આવેલી છે. તેમાં આવતા કસ્ટમર રોડ પર પાર્કિંગ કરે છે. પાલિકા દ્વારા રોડ પર પટ્ટા મારી દેવામાં આવ્યા છે. પરંતુ વાહનો તેની બહાર પણ વાહનો પાર્ક કરવામાં થતું હોય છે. જેને લઇને ઇમર્જન્સી વાહનો પસાર થઇ શકતા નથી.

નજીકમાં જ પાર્કિંગની વ્યવસ્થા ફાળવવા અનુરોધ કરાશે

એસીપી અશોક રાઠવાએ વધુમાં જણાવ્યું કે, સ્થાનિકોની માંગ છે કે ટ્રાફિકની સમસ્યા દુર થાય. હાલ ક્રેઇન બોલાવવામાં આવી છે. આ અંગેના અરજદારોને પોલીસ મથક બોલાવવામાં આવ્યા છે. તેમની રજૂઆત વિગતવાર સાંભળીને વધુ કાર્યવાહી કરવામાં આવશે. આ સમસ્યા ટ્રાફિક વિભાગની છે. મુખ્ય કામગીરી ટ્રાફિક વિભાગની જણાય છે. આ અંગે પાલિકાને રજૂઆત કરાશે, કે લોકોને નજીકમાં જ કોઇ પાર્કિંગની વ્યવસ્થા ફાળવવામાં આવે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : તરવૈયાઓને નિરાશ કરતા પાલિકા સંચાલિત સ્વિમીંગ પુલ

Tags :
Advertisement

.