Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "લાયસન્સ વાળી ગન છે, ઉડાવી દઇશ", નજીવી બાબતે ધમકી

VADODARA : વડોદરાના મકરપુરા (VADODARA - MAKARPURA) વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે પત્રકારને નજીવી બાબતે ધમકી મળતા મામલો સ્થાનિક પોલીસ મથક પહોંચ્યો છે. આ મામલે પોલીસને આપવામાં આવેલી અરજી બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી...
vadodara    લાયસન્સ વાળી ગન છે  ઉડાવી દઇશ   નજીવી બાબતે ધમકી

VADODARA : વડોદરાના મકરપુરા (VADODARA - MAKARPURA) વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે પત્રકારને નજીવી બાબતે ધમકી મળતા મામલો સ્થાનિક પોલીસ મથક પહોંચ્યો છે. આ મામલે પોલીસને આપવામાં આવેલી અરજી બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ ધમકીની ઘટનામાં પોલીસ કેટલા સમયમાં કસુરવાર સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

Advertisement

બાઇક પર હરીઓમ નામનો શખ્સ આવ્યો

મકરપુરા પોલીસ મથકમાં મેહુલભાઇ નટવરભાઇ નાઇ (રહે. સોનપાર્ક, મકરપુરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે પત્રકાર તરીકે કામ કરે છે. ગતરાત્રે તે સાડા બાર વાગ્યાના આરસામાં તેમના નાનાભાઇ તથા મિત્ર સાથે ઘરની બહાર ઓટલા પર બેસીને વાતચીત કરી રહ્યા હતા. તેવામાં બાઇક પર હરીઓમ નામનો શખ્સ આવ્યો, અને તે અપશબ્દ બોલીને જતો રહ્યો હતો. જે બાદ તેમના ભાઇ પાસે હરીઓમનો મોબાઇલ નંબર હોવાથી તેને ફોન કર્યો હતો. અને કહ્યું કે, તું કોને ગાળો આપીને ગયા., તેમ કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો હતો. અને ગાળો બોલવા લાગ્યો હતો.

તેણે ગાળો આપવાનું ચાલુ રાખ્યું

જે બાદ તેણે કહ્યું કે, મકરપુરા ડેપો પાસે છું. જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં મળ્યા બાદ પણ તેણે ગાળો આપવાનું ચાલુ રાખ્યું હતું. અને કહ્યું કે, મારી પાસે લાઇસન્સ વાળી ગન છે, તને ઉડાવી દઇશ. આમ કહી તેણે ધમકી આપી હતી. જે બાદ મકરપુરા પોલીસ મથકમાં આ અંગેની અરજી આપવામાં આવી હતી. ત્યાર બાદ ધમકી આપનાર શખ્સ હરીઓમ (રહે. નારાયણ નગર, મકરપુરા ડેપો પાછળ, વડોદરા) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : રજાના દિવસે લોકોથી ઉભરાતો કોટણા બીચ કાળ સાબિત થયો

Advertisement
Tags :
Advertisement

.