VADODARA : મહીસાગર નદીના પટમાંથી રેતી ખનન કરતા તત્વો સામે મોટી કાર્યવાહી
VADODARA : વડોદરા નજીક આવેલી મહીસાગર નદી (VADODARA - MAHISAGAR RIVER) ના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરનારા તત્વો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, ગાંધીનગરથી વિજીલન્સ (STATE VIGILANCE, GANDHINAGAR) ની ટીમ દ્વારા આજે મહીસાગર નદીના પટમાં દરોડા પાડવામાં આવ્યા છે. અને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અહિંયા નદીમાં નાવડી મુકી, તેમાં ડિઝલ એન્જીનની મદદથી રેતી મોટા પાયે ઉલેચવામાં આવતી હોવાનું હાલ સપાટી પર આવ્યું છે. જો કે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ લીઝ સત્તાવાર રીતે ફાળવવામાં આવી છે. વિજીલન્સની ટીમ દ્વારા તપાસના અંગે શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. આ કાર્યવાહીથી કુદરતી સંસાધનો ઉલેચીને મોટી કમાણી કરવાનું સ્વપ્ન જોનારા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી ન્હતી
વડોદરા નજીક મહીસાગર નદી આવેલી છે. મહીસાગર નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતી હોવાની બુમો લાંબા સમયથી ઉઠવા પામી હતી. તે બાદ મહીસાગર નદીમાં રેતીના ગેરકાયદેસર ખનના કારણે ઉંડા ખાડા પડી ગયા હોવાના કારણે અહિંયા નાહ્વા આવતા લોકો ડુબી જતા હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ અહિંયા નાહ્વા પર તો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ રેતી ખનન માફીયાઓ સામે કોઇ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી ન્હતી.
માફીયાઓમાં ફફડાટ પેંસી જવા પામ્યો
આજે ગાંધીનગરથી સ્ટેટ વિજીલન્સની ટીમ દ્વારા કોટણા ગામ પાસે મહીસાગર નદીના પટ વિસ્તારમાં દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. આ દરોડામાં રેતી ખનન કરવા અંગેની મંજૂરી, નિયમાનુસાર થાય છે કે કેમ, કેટલા પ્રકારની મંજૂરી છે તેવા વિષયોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. સ્ટેટ વિજીલન્સની રેડ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો, નદીમાંથી રેતી ઉલેચવાનો સામાન, જેસીબી મશીન તથા ડમ્પરો મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકોના મતે આ કાર્યવાહીને પગલે રેતી ખનન માફીયાઓમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : સ્માર્ટ વિજ મીટરના વિરોધમાં કચેરીની તાળાબંધી