VADODARA : "હનુમાનજી" બનીને આવેલા મતદાર બન્યા આકર્ષણનું કેન્દ્ર
VADODARA : વડોદરા (VADODARA) માં લોકસભા (LOKSABHA) અને વિધાનસભાની (VIDHANSABHA) ચૂંટણી માટે મતદાન (VOTING DAY) થઇ રહ્યું છે. ત્યારે શહેરના ફતેગંજ વિસ્તારની શાળામાં હનુમાનજીના વેશમાં મતદાર, મતદાન કરવા માટે પહોંચ્યા હતા. કેસરી વસ્ત્રો અને હાથમાં ગદા રાખીને પહોંચેલા મતદાર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમણે મંત્રોચ્ચાર કરીને કેન્દ્ર પર મતદાન શરૂ કરાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. રામ મંદિર બન્યાની ખુશીમાં તેઓ હનુમાનજીનો વેશ ધારણ કરીને મતદાન કરવા પહોંચ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
મંત્રોચ્ચાર કરીને મતદાન શરૂ કરાવ્યું
વડોદરામાં વહેલી સવારથી જ મતદાન મથકો બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. તે જોતા જ રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવી શક્યતાઓ હાલ જણાઇ રહી છે. તેવામાં વડોદરાના ફતેગંજ વિસ્તારની નવયુગ શાળા ખાતે ઉભા કરવામાં આવેલા મતદાન મથકમાં અચરજ પમાડે તેવી ઘટના સર્જાઇ છે. આ શાળાના મતદાર દિપકભાઇ શાસ્ત્રી હનુમાનજીના વેશમાં તૈયાર થઇને મતદાન કરવા માટે સવારે પહેલા પહોંચ્યા હતા. તેમણે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરીને મતદાન શરૂ કરાવ્યું હતું.
અન્ય મતદારો આશ્ચર્યમાં મુકાયા
શરીરે કેસરી વસ્ત્રો, માથે મુકુટ, હાથમાં ગદા અને મોંઢે કેસરીયા લેપ સાથે મતદાન મથકે પહોંચેલા દિપકભાઇ શાસ્ત્રીએ મતદાન કેન્દ્ર પર આકર્ષણ જમાવ્યું હતું. તેમને જોઇને શાળાએ મતદાન કરવા આવેલા અન્ય મતદારો આશ્ચર્યમાં મુકાયા હતા. આ કરવા પાછળ રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થયું હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
હિન્દુ સમાજ માટે ગૌરવની વાત
આ તકે હનુમાનજીના વેશમાં મતદાન કરવા પહોંચેલા દિપકભાઇ શાસ્ત્રી જણાવે છે કે, 500 વર્ષ બાદ રામ મંદિરની સ્થાપના થઈ છે. જે હિન્દુ સમાજ માટે ગૌરવની વાત છે. અને તેનો યશ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. આજે શાંતિપૂર્ણ રીતે મતદાનનો મહાપર્વ પૂર્ણ થાય તેને ધ્યાનમાં રાખી ગઈ કાલે યજ્ઞ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -- VADODARA : અગ્રણી અંજુમાસી ઢોલ-નગારાના તાલે મતદાન કરવા પહોંચ્યા