VADODARA : ભવ્ય જીત પછી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મળવા સમર્થકો ફાર્મ હાઉસ પહોંચ્યા
VADODARA : વડોદરામાં આજે લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને મતગણતરી યોજવામાં આવી હતી. જેમાં બંને સીટ પર ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઇ છે. જેમાં ભાજપના લોકસભા ઉમેદવાર હેમાંગ જોશીને 873189 મત મળ્યા છે. જૈ પૈકી 5,82,126 મતોની લીડ છે. તો વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાધેલાએ 1,21,806 મત મેળવ્યા છે. જે પૈકી 79,112 મતોની લીડ છે. જે બાદ વાઘોડિયાના ધારાસભ્ય દુમાડ સ્થિત ફાર્મ હાઉસ પર સમર્થકોને મળ્યા હતા. જ્યાં તેમણે શાંતિ પૂર્વક રીતે અભિવાદન ઝીલ્યું હતું.
સમર્થકોનું અભિવાદન ઝીલી રહ્યા છે
વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠક બંને પર ભાજપના ઉમેદવારોની જીત થઇ છે. ઉમેદવારો જંગી લીડથી વિજયી બનતા સમર્થકોમાં ઉત્સાહ છે, પરંતુ રાજકોટ દુર્ધટના બાદ વિજયોત્સવ પર પ્રતિબંધ મુકવામાં આવતા હાલ શાંતિપૂર્વક માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં વાઘોડિયા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના દુમાડ સ્થિત વાઘેશ્વરી ફાર્મ પર પહોંચ્યા છે. અને સમર્થકોનું અભિવાદન ઝીલી રહ્યા છે.
ખુબ તનતોડ મહેનત કરી
ધર્મેન્દ્રસિંહ વાઘેલા જણાવે છે કે, રાજકોટની દુખદ દુર્ઘટનાના કારણે તમામ સીટો પર ભાજપ દ્વારા ઉજવણી નહી કરવાનો નિર્ણય લીધો છે. તે દુખદ ઘટનાને શ્રદ્ધાંજલી પાઠવું છું. અહિંયા સમર્થકો શાંતિપૂર્વક રીતે અભિવાદન આપવા આવી રહ્યા છે. લોકોએ ખુબ મોટી સંખ્યામાં આશિર્વાદ આપ્યા છે. આગામી ચાર દિવસ સુધી લોકો મને મળી શકાશે. મારી બહેનોનો હ્રદયથી આભાર માનું છું. બહેનોએ પોતાના ભાઇ માટે ખુબ તનતોડ મહેનત કરી હતી. આ વખતે ઐતિહાસીક રેકોર્ડ બ્રેક જીત મળી છે. હું તમામને અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કરૂં છું.
આ પણ વાંચો -- VADODARA : વાઘોડિયાના મતદારોને ભરોષો ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર, કહ્યું, “વિશ્વાસ ક્યારે તુટવા નહી દઉં”