VADODARA : ભાજપ-કોંગ્રેસના લોકસભા ઉમેદવારો વચ્ચે મૈત્રીપૂર્ણ વ્યવહાર
VADODARA : વડોદરા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો (VADODARA BJP-CONGRESS LOKSABHA CANDIDATE) વચ્ચે વધુ એક વખત મૈત્રીપૂર્ણ વ્યવહાર સામે આવ્યો છે. આજે મતગણતરી કેન્દ્ર પર બંને ઉમેદવારો સામસામે આવતા એકબીજાને હાથ મિલાવીને અભિવાદન કર્યું હતું. દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વીજ જોશી આવી જતા ભાજપના ઉમેદવારો હસતા મોંઢે કહ્યું કે, ઓ હો...રૂત્વિજભાઇ, હું ડો. હેમાંગ જોશી, ઓળખ્યો કે નહી. જે બાદ સ્થળ પર હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
નવી રાજનીતિનો પરિચય કરાવ્યો
સામાન્ય રીતે ચૂંટણીમાં અલગ અલગ પક્ષોમાંથી સામસામે લડતા ઉમેદવારો સામસામે આવી જાય તો મળવાનું ટાળે છે, અથવા તો ટુંકી મુલાકાત લઇને રવાના થઇ જતા હોય છે. પરંતુ આ વડોદરા લોકસભા બેઠકના ભાજપ - કોંગ્રેસના ઉમેદવારોને લાગુ પડતું નથી. અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢીયારને આવકાર આપી ટુંકો સંવાદ સાધ્યો હતો. અને નવી રાજનીતિનો પરિચય કરાવ્યો હતો.
ઓળખ્યો કે નહી
ત્યાર બાદ આજે આ પ્રકારની ઘટનાનું મતગણતરી કેન્દ્ર પર પુનરાવર્તન થયું હોવાનું સામે આવ્યું છે. આજે બપોરના સમયે મતગણતરી સમયે કેન્દ્ર પર બંને ઉમેદવારો સામસામે આવ્યા હતા. જે બાદ બંનેએ એકબીજાને સારી રીતે આવકાર આપ્યો હતો. અને હાથ મિલાવ્યો હતો. તેવામાં કોંગ્રેસ શહેર પ્રમુખ રૂત્વીજ જોશી આવતા, ડો. હેમાંગ જોશીએ તેમને પણ આવકાર આપ્યો હતો. ડો. હેમાંગ જોશી હળવા મુડમાં બોલ્યા કે, ઓ હો...રૂત્વિજભાઇ, હું ડો. હેમાંગ જોશી, ઓળખ્યો કે નહી. જે બાદ સ્થળ પર હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
રંજનબેનભટ્ટનો રેકોર્ડ તોડ્યો
હાલની સ્થિતીએ ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીને 861487 મત મળ્યા છે. તેઓ 5,74,442 મતોથી લીડ કરી રહ્યા છે. તેમણે રંજનબેનભટ્ટનો રેકોર્ડ તોડ્યો હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : લોકસભા ઉમેદવારે કહ્યું, “જનતા ભાજપ સાથે અડીખમ ઉભી છે”