Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત ટીકીટ આપી, જાણો કયા કામોને પ્રાથમિકતા અપાશે

VADODARA : આજે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા લોકસભા 2024 (LOKSABHA - 2024) માટે ઉમેદવારોના નામોની બીજી યાદી (SECOND LIST) જાહેર કરવામાં આવી છે. જેમાં વડોદરા (VADODARA) સહિત ગુજરાત (GUJARAT) માંથી 7 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. વડોદરામાં બે...
vadodara   ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત ટીકીટ આપી  જાણો કયા કામોને પ્રાથમિકતા અપાશે

VADODARA : આજે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા લોકસભા 2024 (LOKSABHA - 2024) માટે ઉમેદવારોના નામોની બીજી યાદી (SECOND LIST) જાહેર કરવામાં આવી છે. જેમાં વડોદરા (VADODARA) સહિત ગુજરાત (GUJARAT) માંથી 7 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. વડોદરામાં બે ટર્મથી ચૂંટાઇને આવતા સાંસદ રંજનબેન ભટ્ટના નામ પર પાર્ટીના મોવડી મંડળે પસંદગીને કળશ ઢોળ્યો છે.

Advertisement

મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો

આજે ભાજપા દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં વડોદરા (VADODARA) થી સાંસદ રંજનબેન ભટ્ટ (RANJANBEN BHATT) નું નામ હતું. આ જાહેરાત બાદથી રંજનબેન ભટ્ટના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. અને તેમને શુભેચ્છાઓ આપવા માટે પડાપડી જોવા મળી રહી છે.

વધારે લીડથી આ વખતે લોકસભાની ચૂંટણીમાં જીત મળશે

વડોદરા લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ભાજપ દ્વારા રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. રંજનબેન ભટ્ટ જણાવે છે કે, આ તકે હું સૌને આભાર માનું છું. વડાપ્રધાન મોદીએ મને સતત ત્રીજી વખત વડોદરાની સેવા કરવા માટે મોકો આપ્યો છે. હું તમામનો આભાર માનું છું. ગત વર્ષ કરતા વધારે લીડથી આ વખતે લોકસભાની ચૂંટણીમાં જીત મળશે તેવો મને વિશ્વાસ છે.

Advertisement

ત્રણ કામોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવામાં આવશે

ત્રીજી ટર્મમાં વડોદરાના વિકાસ અંગેના કામોને લઇ સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે, વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટને દરજ્જો મળી ગયો છે. ફ્લાઇટ શરૂ બાકી છે. વડોદરાથી ફ્લાઇટ દુબઇ અથવાતો ગલ્ફ કંટ્રીમાં ઉડાવી શકાય તેવા પ્રયાસો રહેશે. આપણે વડોદરાના હાઇવેને જોડતા દુમાડ પાસે ટ્રાફિકની સમસ્યા દુર કરી. તેવી જ રીતે જાંબુઆથી લઇ પોર-બામણગામ પાસેના નાળાને પહોળા કરવાનું આયોજન છે. દુમાડથી છાણી અંડર પાસનું કાર્ય પૂર્ણ કરવાનું આયોજન છે. આ ત્રણ કામોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવામાં આવશે. ત્યાર પછી વડોદરાના ધારાસભ્યો અને સંગઠનની ટીમોને સાથે લઇને વિકાસ કરવામાં આવશે. આવનાર દિવસોમાં કેન્દ્ર સરકારના કયા પ્રોજેક્ટ થકી વડોદરાનો વિકાસ કરી શકાય તે દિશામાં કાર્ય હાથ ધરવામાં આવશે.

કોણ છે રંજનબેન ભટ્ટ?

વડોદરાના વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ છે. જેઓ શહેરના ડેપ્યુટી મેટર પણ હતા. વડાપ્રધાન મોદીએ વડોદરા બેઠક છોડતા તત્કાલિન ડેપ્યુટી મેયર રંજનબેનને ટિકિટ આપવામાં આવી અને તેઓ જીતી ગયા. રંજનબેને પોતાની રાજકીય કારકીર્દિની શરૂઆત અપક્ષ ઉમેદવાર તરીકે કરી હતી. ભાજપે સામાન્ય ચૂંટણીમાં તેમને ટિકિટ ન આપતા વર્ષ 2000માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા અને જીત્યા હતા. એ ચૂંટણીમાં ભાજપને પુરી બહુમતિ ન મળતા તેમણે ભાજપને સાથ આપ્યો અને સ્ટેન્ડિંગ કમિટીમાં પાંચ વર્ષ સુધી રહ્યા.2005માં નો રીપીટ ફોર્મ્યૂલામાં રંજનબેનને પડતા મુકવામાં આવ્યા હતા. જો કે બાદમાં તેમને VMCની સ્કૂલ એજ્યુકેશન કમિટીના ડેપ્યુટી ચેરમેન બનાવવામાં આવ્યા હતા. 2010માં તેમને ફરી ટિકિટ આપવામાં આવી અને તેઓ જીત્યા. જે બાદ તેઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બન્યા. 2012 સુધી તેઓ સભ્ય રહ્યા.

Advertisement

આ પણ વાંચો -- ગોંડલમાં બેંકના કેશિયરે ભૂલથી 1 લાખની જગ્યાએ 2 લાખ આપ્યા, પછી જે થયું તે બન્યું પ્રણામિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

Tags :
Advertisement

.