ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadodara Labour Accident: 12 કામદારોની એકસાથે આંગળીઓ કપાઈ, કંપનીએ કર્યા હાથ અધ્ધર

Vadodara Labour Accident: રાજ્ય (Gujarat) માં ફરી એકવાર ફેક્ટરીમાં કામ કરતા મજૂરો (Labour) સાથે હ્રદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. આ પહેલા પણ રાજ્યમાં અનેકવાર મજૂરો સાથે કામના સ્થળ પર આકસ્મિક ઘટના બનતી હોય છે. કેટલીક વખત તો...
08:04 PM Apr 11, 2024 IST | Aviraj Bagda
Vadodara Labour Accident

Vadodara Labour Accident: રાજ્ય (Gujarat) માં ફરી એકવાર ફેક્ટરીમાં કામ કરતા મજૂરો (Labour) સાથે હ્રદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. આ પહેલા પણ રાજ્યમાં અનેકવાર મજૂરો સાથે કામના સ્થળ પર આકસ્મિક ઘટના બનતી હોય છે. કેટલીક વખત તો મજૂરો (Labour) પોતાનો જીવ ગૂમાવી દેતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરો જિલ્લા (Vadodara) માં સ્થિત GIDC માં બની છે.

Vadodara Labour Accident

મળતી માહિતી મુજબ, વડોદકા જિલ્લા (Vadodara) ના સાવલી તાલુકામાં આવેલા મંજુસર GIDC માં કામ કરતા મજૂરો (Labour) અકસ્માતનો ભોગ બન્યા છે. આ ઘટનામાં સાવલી તાલુકામાં મંજુસર GIDC ની કંપનીમાં 12 કામદારોએ (Labour) હાથના આંગળા ગુમાવ્યા છે. મંજુસર GIDC માં એકસાથે 12 કામદારો (Labour) ના પ્રેસ મશીનમાં હાથ આવી જતા 12 કામદારો (Labour) ની એકસાથે હાથની આંગળીઓ કપાઈ ગઈ હતી.

કંપનીએ ઘાયલોને વળતર ચૂકવવાની ના પાડી

જોકે મંજુસર GIDC ના સત્તાધીશ દ્વારા પહેલા ઘાયલ મજૂરોને (Labour) વળતર અને સારવાર આપવાની બાહેંધરી આપી હતી. પરંતુ હાલ, કંપનીના સત્તાધીશોએ પોતાની વાત પરથી પીછેહઠ કરી છે. તે ઉપરાંત કર્મચારી (Labour) ઓના પરિવાર વળતર માગતા કર્મચારી (Labour) ઓને નોકરી પરથી બેદખલ કરી દેવાની ધમકી આપી છે. તેથી કર્મચારી (Labour) ઓ સહિત તેમના પરિવારજનો કંપની વિરુદ્ધ રોષે ભરાયા છે.

કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

Vadodara Labour Accident

ત્યારે કર્મચારીઓએ મંજુસર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યુ હતું કે, કંપની કર્મચારીઓને કામ દરમિયાન યોગ્ય સુરક્ષારૂપી સાધનો પૂરા પાડવામાં આવતા નથી. તે ઉપરાંત આકસ્માત જેવા સંજોગોમાં કંપની વળતર પેટે ખર્ચ ચૂકવતી નથી. અને વળતર માગવા પર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. તેવી ધમકીઓ આપવામાં આવે છે. ત્યારે સમગ્ર મામલે સાવલી પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: BHARUCH : ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદારોએ નમાજ અદા કરી

આ પણ વાંચો: વડાલીમાં વાવાઝોડા સાથે માવઠું, ઇડર પંથકમાં ધૂળની ડમરીઓ ઉડી

આ પણ વાંચો: Reliance : ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધીને સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી

Tags :
AccidentEmploymentGIDCGujaratGujaratFirstLabour AccidentVadodaraVadodara Labour Accident
Next Article