Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નારાયણ સરોવર ખાતે 1500 થી વધુ લોકો "યોગમય" બન્યા

VADODARA : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૧૪ માં સંયુક્ત રાષ્ટ્રો દ્વારા તા.૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Day of Yoga) જાહેર કરવામાં આવ્યો છે. ત્યારથી સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જુનના દિવસને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જે...
vadodara   નારાયણ સરોવર ખાતે 1500 થી વધુ લોકો  યોગમય  બન્યા

VADODARA : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૧૪ માં સંયુક્ત રાષ્ટ્રો દ્વારા તા.૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Day of Yoga) જાહેર કરવામાં આવ્યો છે. ત્યારથી સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જુનના દિવસને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે “સ્વયં અને સમાજ માટે યોગ” થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યુ છે. જેના ભાગરૂપે વડોદરાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા તાલુકામાં આવેલા પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની પવિત્ર જન્મભૂમિ એવા ચાણસદ સ્થિત નારાયણ સરોવર ખાતે યોજાયો હતો.

Advertisement

સંકલ્પબદ્ધ થયા

બી.એ.પી.એસ. ના સંતો, પદાધિકારીઓ અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોગ દિવસ યોજાતા વહેલી સવારે ખુબજ રમણીય વાતાવરણ ઉભુ થયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના ૧૫૦૦ જેટલા લોકોએ એક સાથે યોગભ્યાસ કરીને યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.

Advertisement

યોગ જીવનનો એક ભાગ

સાંસદ હેમાંગ જોષીએ ઉપસ્થિત સર્વને યોગનું મહત્વ સમજાવતા જણાવ્યું કે યોગ એક એવું માધ્યમ છે જે મનુષ્યને આત્મા સાથે જોડે છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૦ વર્ષમાં યોગ વિશ્વભરમાં પ્રસર્યું છે તથા પશ્ચિમી દેશો પણ યોગને સ્વીકારતા થયા છે. ત્યારબાદ જોષીએ ઉપસ્થિત સર્વને યોગને જીવનનો એક ભાગ બનાવવા માટે અપીલ કરી હતી.

Advertisement

કરોડો લોકોને યોગા થકી સ્વાસ્થ્ય

પાદરા તાલુકાના ધારાસભ્ય ચૈતન્ય ઝાલાએ ચાણસદ સ્થિત નારાયણ સરોવર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી અને વિશેષ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. વધુમાં ઉમેરતાં ધારાસભ્યએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ યોગને વૈશ્વિક ઓળખ મળી છે જેના કારણે આજે કરોડો લોકોને યોગા થકી સ્વાસ્થ્યની પ્રેરણા મળી છે.

પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ

આ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત સર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શ્રીનગર ખાતેથી રાષ્ટ્રકક્ષાની ઉજવણીનું પ્રજાજોગ સંબોધન અને ગુજરાતમાં નડાબેટ ખાતે યોજાયેલ રાજયકક્ષાની યોગ દિનની ઉજવણી દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સંબોધનનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમોનું વ્યાપક આયોજન

આ ઉપરાંત યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લામાં જિલ્લા,તાલુકા, નગરપાલિકા,ગ્રામ્ય, શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓ ખાતે યોગ દિવસના કાર્યક્રમોનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના આઇકોનિક,ધાર્મિક,હેરિટેજ સ્થળોએ પણ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કાર્યક્રમો યોજાયા હતા.

ઉચ્ચ અધિકારીઓ અને સંતો જોડાયા

ચાણસદ નારાયણ સરોવર ખાતે યોજાયેલ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં કલેકટર બીજલ શાહ,જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ સહિત ઉચ્ચ અધિકારીઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ સહભાગી થઈ યોગાભ્યાસમાં જોડાયા હતા.

આ પણ વાંચો -- MAHEMDAVAD : સોનાવાલા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી

Tags :
Advertisement

.