Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગોત્રીમાં વટવૃક્ષ ધરાશાયી થતા બે રીક્ષા ચગદાઇ, મુસાફરોનો બચાવ

VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં આજે સવારે વટવૃક્ષ ધરાશાયી થતા બે રીક્ષા ચગદાઇ છે. અને મોટું નુકશાન પહોંચ્યું છે. આ રીક્ષા મુસાફરોને લઇને પસાર થઇ રહી હતી. દરમિયાન ઝાડ પડવાની ઘટના બની હોવાનું સામે આવવા પામ્યું છે. આ...
vadodara   ગોત્રીમાં વટવૃક્ષ ધરાશાયી થતા બે રીક્ષા ચગદાઇ  મુસાફરોનો બચાવ

VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં આજે સવારે વટવૃક્ષ ધરાશાયી થતા બે રીક્ષા ચગદાઇ છે. અને મોટું નુકશાન પહોંચ્યું છે. આ રીક્ષા મુસાફરોને લઇને પસાર થઇ રહી હતી. દરમિયાન ઝાડ પડવાની ઘટના બની હોવાનું સામે આવવા પામ્યું છે. આ ઘટનામાં ચાલક અને મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને લઇને પાલિકાની ટ્રી ટ્રીમીંગ કરતા વિભાગની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. આ ઘટનામાં 5 મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

ઘડાકાભેર વૃક્ષ પડ્યું

પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે જોખમી ઝાડ દુર કરવા તથા ટ્રી ટ્રીમીંગ હાથ ધરવામાં આવતું હોય છે. પરંતુ તે કામગીરી સામે સવાલો ઉઠે તેવી ઘટના વધુ એક વખત સામે આવવા પામી છે. આજે સવારે શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં આવેલા ઉષાનગર પાસે વટવૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સમયે રસ્તા પરથી પસાર થતી બે રીક્ષાએ વૃક્ષ તળે દબાઇ ગઇ હતી. ઘડાકાભેર વૃક્ષ પડતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને રીક્ષાના ચાલક તથા મુસાફરોની મદદે હાથ લંબાવ્યો હતો. તો બીજી તરફ આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલીક લાશ્કરો દોડી આવ્યા હતા.

Advertisement

પોલીસ પણ દોડી આવી

ફાયરના જવાનોએ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવીને રેસ્ક્યૂ કાર્ય હાથ ધર્યું હતું. આ ઘટનામાં વૃક્ષનું થડ કાપીને તેની વચ્ચેથી ચગદાયેલી રીક્ષા બહાર કાઢવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી. અને કામગીરીમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : નેશનલ હાઇ-વે પર મોંઘીદાટ ગાડીઓમાં સ્ટંટબાજી

Advertisement

Tags :
Advertisement

.