VADODARA : પોલીસ ચોકી પાસે હોર્ડિંગ્સ માફિયાની કરતુત ખુલ્લી પડી
VADODARA : વડોદરા (VADODARA) માં પોલીસ ચોકી પાસે હોર્ડિંગ્સ માફિયાઓની કરતુત ખુલ્લી પડી જવા પામી છે. શહેરની વિશ્વામિત્રી પોલીસ ચોકીના કન્ટેનરની બહાર જ હોર્ડિંગ મારવામાં આવ્યું છે. આ હોર્ડિંગ એવી રીતે મારવામાં આવ્યું છે, જેના કારણે રોડની એક તરફથી આવતા લોકો માટે મોટા ભાગનું ટ્રાફીક સિગ્નલ ઢંકાઇ જાય છે. જેને કારણે શહેરભરમાં બેકાબુ બનેલા હોર્ડિંગ્સ માફિયાઓ આ પ્રકારની કરતુત ફરી ન કરે તેવી કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.
ફરી આ પ્રકારની ભુલ ન કરે તેવી કાર્યવાહી
વડોદરાની સુંદરતાને હોર્ડિંગ્સ માફિયાઓનું ગ્રહણ લાંબા સમયથી લાગેલું છે. આ અંગે કેટલીય વખત જાગૃત નાગરિકો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં પણ તે સમસ્યાનું કોઇ નક્કર સોલ્યુશન આવ્યું નથી. તાજેતરમાં પોલીસ ચોકી પાસેના ટ્રાફીક સિગ્નલને એક તરફથી આવતા લોકો માટે ઢંકાઇ જાય તે રીતે હોર્ડિંગ્સ માફિયાઓ દ્વારા કવર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હવે આ લોકો સામે ફરી આ પ્રકારની ભુલ ન કરે તેવી કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.
સિગ્નલનો અંદાજો લગાડવો મુશ્કેલ
વડોદરાના માંજલપુર વિસ્તારમાં વિશ્વામિત્રી પોલીસ ચોકી આવેલી છે. તેની પાસેના ચાર રસ્તા પર ટ્રાફીકનું સુચારુ નિયમન થાય તે માટે ટ્રાફીક સિગ્નલ મુકવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં આ સિગ્નલને લગોગલ અડીને એક પોસ્ટર મારવામાં આવ્યું છે. જેને લઇને એક તરફથી આવતા લોકોને ટ્રાફીક સિગ્નલનો અંદાજો લગાડવો મુશ્કેલ થઇ જાય છે. ટ્રાફીક સિગ્નલ મોટા ભાગે હોર્ડિંગ્સની ઓથમાં દબાઇ જાય તેવું જોવા મળી રહ્યું છે. પોલીસ ચોકીની બહાર આમ કરતા હોર્ડિંગ્સ માફીયાઓ અટકતા ન હોય તો, શહેરની સ્થિતી અંગે તમે જાતે જ અંદાજો લગાડી શકો તેમ છો.
આ પણ વાંચો -- VADODARA : BJP MLA અધિકારીઓ પર બગડ્યા, કહ્યું “તેઓ અંધાધૂંધી ફેલાવવા માંગે છે”