VADODARA : કપિરાજની ટોળકીએ બચકાં ભરતા શખ્સને 18 ટાંકા આવ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં કપિરાજની ટોળકીના ત્રાસની ઘટના સામે આવી છે. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી રણછોડરાય ગુજરાત હાઉસીંગના મકાનોમાં ધાબે નિંદર માણતા લોકોને કપિરાજની ટોળકીએ બચકા ભરી લેવાની ઘટના સામે આવી છે. એક શખ્સને બચકું ભરતા પગ અને જાંઘના ભારે 18 ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ વાંદરાઓને પકડો, અને વન વિસ્તારમાં છોડો. મહેરબાની કરીને તંત્રને કહેવું કે, જલ્દી પગલાં ભરો.
બે લોકો ભોગ બન્યા
વડોદરામાં કપિરાજની ટોળકીથી નાગરિકો ત્રસ્ત થઇ રહ્યા હોવાની ઘટના સામે આવવા પામી છે. જે રીતે કપિરાજો દ્વારા નાગરીકોને ઇજાગ્રસ્ત કરવામાં આવી રહ્યા છે, તે જોતા તાત્કાલીક કાર્યવાહી થવી જોઇએ તેમ લાગી રહ્યું છે. કપિરાજ દ્વારા ગોરવા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં એક યુવકને બચકાં ભર્યા હતા. જેમાં તેમને 18 ટાંકા આવ્યા છે. ત્યાર બાદ એક બાળક કપિરાજના ત્રાસનો ભોગ બન્યો હતો. તેના પગના ભાગે 8 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગહેરી નીંદમાં હતો
ભોગબનનાર અનિલ પાંડુરંગ દાવળકર જણાવે છે કે, આ રણછોડરાય ગુજરાત હાઉસીંગ છે. હું સવારે સુતો હતો. વાંદરાની ટોળકી આવી, અને મને અચાનક બચકા ભરવા લાગ્યા. હું ગહેરી નીંદમાં હતો. મને પગના પંજા અને જાંઘના ભાગે ઇજા પહોંચી છે. પગમાં 10 અને જાંઘમાં 8 ટાંકા આવ્યા છે. તેઓ રોજ આવે છે. મારી સાથે બીજા બાળકને પણ કરડ્યું છે. હું વન વિભાગને કહેવા માંગું છું કે, આ અંગે ત્વરીત પગલાં લો.
ધાબે ઉંઘવા જાય
સ્થાનિક મનીષ ચાવડા જણાવે છે કે, ગુજરાત હાઉસીંગ સોસાયટીમાં 1200 મકાનો આવેલા છે. તેમાંથી કૈલાશધામ સોસાયટી, અને રણછોડરાય સોસાયટીમાં એક જ દિવસમાં બે બનાવ બન્યા છે. અહિંયા મધ્યમ વર્ગના લોકો રહે છે. તેઓ રાત્રીના સમયે ધાબે ઉંઘવા જાય છે. અનિલભાઇને વાંદરાએ બચકું ભર્યું છે. તે બાદ કુંજ નામના દિકરાને વાંદરાઓએ બચકું ભરી લીધું છે. વાંદરાઓની સંખ્યા બચકાં ભરશે, તો લોકોનો જીવ જઇ શકે છે. તંત્રને કહેવું કે, આ વાંદરાઓને પકડો, અને વન વિસ્તારમાં છોડો. મહેરબાની કરીને તંત્રને કહેવું કે, જલ્દી પગલાં ભરો.
આ પણ વાંચો -- VADODARA : સુપમાંથી ગરોળી નિકળતા ગ્રાહકને ધ્રાસ્કો પડ્યો