Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ પર પાબંધીનો રોષ સોશિયલ મીડિયામાં છવાયો

VADODARA : સંસ્કારી નગરી વડોદરા (VADODARA) માં ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ પર પાબંધી મુકતો પરિપત્ર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવતા જ મંડળોમાં ગણગણાટ જોવા મળ્યો હતો. આ ગણગણાટ હવે સોશિયલ મીડિયા પર છવાઇ રહ્યો છે. તાજેતરમાં વડોદરા ગણેશઉત્સવ સમિતીના નેજા હેઠળ...
vadodara   ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ પર પાબંધીનો રોષ સોશિયલ મીડિયામાં છવાયો

VADODARA : સંસ્કારી નગરી વડોદરા (VADODARA) માં ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ પર પાબંધી મુકતો પરિપત્ર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવતા જ મંડળોમાં ગણગણાટ જોવા મળ્યો હતો. આ ગણગણાટ હવે સોશિયલ મીડિયા પર છવાઇ રહ્યો છે. તાજેતરમાં વડોદરા ગણેશઉત્સવ સમિતીના નેજા હેઠળ ઓનલાઇન મેસેજ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં લખ્યું છે કે, જો ગણેશ ઉત્સવની પાબંદીઓ નહી હટે, તો વડોદરા ગણેશ મંડળો આવનારા ઇલેક્શનમાં અયોધ્યાવાળી કરવાના મુડમાં..આ વિરોધ આવનાર સમયમાં તેજ બને તો નવાઇ નહી.

Advertisement

ગણગણાટ શરૂ થયો હતો

વડોદરામાં છેલ્લા કેટલાય વર્ષોથી ગણેશોત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમાને 9 ફૂટ સુધીની રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. અને તેનું ચુસ્ત પાલન થાય તેની પુરતી તકેદારી રાખવામાં આવે છે. આ સાથે જ ગણોશોત્સવ દરમિયાન અનેક નિયમોનું પાલન કરવાનું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે બહાર પાડવામાં આવેલું જાહેરનામું ગણોશોત્સવના આયોજકો સુધી પહોંચતા જ તેમાનમાં અંદરખાનો વિરોધનો ગણગણાટ શરૂ થયો હતો. સમય જતા આ ગણગણાટ હવે સોશિયલ મીડિયા પર છવાયો છે.

Advertisement

અયોધ્યાવાળી કરવાના મુડમાં

વિતેલા 24 કલાકમાં શહેરના સામાજીક કાર્યકર, શહેરના યુવાનો, શહેરના સૌથી મોટા સાર્વાજનીક ગણેશોત્સવના આયોજક સહિત અસંખ્યા સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વડોદરામાં ગણેશોત્સવની ઉજવણીને લઇને જાહેર કરેલા નિયમો સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. વડોદરા ગણેશોત્સવ સમિતીના નેજા હેઠળ શેર કરવામાં આવેલા મેસેજમાં લખ્યું છે કે, જો ગણેશ ઉત્સવની પાબંદીઓ નહી હટે, તો વડોદરા ગણેશ મંડળો આવનારા ઇલેક્શનમાં અયોધ્યાવાળી કરવાના મુડમાં..

જાહેરનામા અનુસાર જ ઉજવણી

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં દર વર્ષે ગણોશોત્સવ પહેલા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જેને લઇને ગણેશ મંડળ દ્વારા વિરોધ નોંધાવવામાં આવે છે. આખરે જાહેરનામા અનુસાર જ ગણેશોત્સવની રંગે ચંગે ઉજવણી થતી હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં શરૂ થયેલો વિરોધ આવનાર સમયમાં કઇ દિશામાં આગળ જાય છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પાલિકાના પ્લોટ પર સાંસદ યુસુફ પઠાણનું દબાણ !

Tags :
Advertisement

.