VADODARA : SSG હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું ચેકીંગ હાથ ધરાયું
VADODARA : રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ (Rajkot Game zone tragedy) ની ઘટના સામે આવ્યા બાદ હવે વડોદરાનું ફાયર બ્રિગેડ (Vadodara Fire Department) એક્શનમાં આવ્યું છે. અને વિવિધ જગ્યાઓએ જઇને ફાયર સેફ્ટીની (Fire Safety) ચકાસણી કરવામાં આવી રહી છે. આજે ફાયર બ્રિગેડના જવાનો એસએસજી હોસ્પિટલ પહોંચ્યા હતા. અને વ્યવસ્થાની સમીક્ષા હાથ ધરી હતી.
ટીમ ચેકીંગ અર્થે આવી પહોંચી
મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. રાજકોટના અગ્નિકાંડમાં 32 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાની ઘટના બાદ વડોદરાનું ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. આજે ફાયરના અધિકારીઓની મોટી ટીમ એસએસજી હોસ્પિટલમાં ચેકીંગ અર્થે આવી પહોંચી છે. અને ઝીણી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. તમામ સ્થળોએથી વિગતો એકત્ર કરીને તેની નોંધણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લેબલ મારવામાં નહિ આવ્યું
વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં આજે ફાયર બ્રિગેડના જવાનો પહોંચ્યા છે. અને અલગ અલગ જગ્ચાઓ પર જઇને ફાયર સેફ્ટીની સુવિધાઓ અંગે જાણી તેની ઝીણવટભરી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. દરમિયાન કેટલીક જગ્યાઓ પર એક્સપાયરી ડેટ વાળા ફાયર એક્સ્ટીંગ્યુશર મળી આવ્યા છે. તો કેટલીક જગ્યાઓ પર ફાયર એક્સ્ટીંગ્યુશર પર એક્સપાયરી ડેટનું કોઇ પણ લેબલ મારવામાં નહિ આવ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. જો કે, સ્થાનિક સુત્રોએ જણાવ્યું કે, આ અંગેનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. થોડાક જ સમયમાં ત્રુટીઓ દુર થશે.
હાઇરાઇસ બિલ્ડીંગો પર ફોકસ
ફાયર ઓફિસર જણાવે છે કે, સંસાધનોની સર્વિસ ચાલી રહી છે. હમણાં સિસ્ટમ ચાલુ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી રહી છે. આખા હોસ્પિટલમાં હાલ હાઇરાઇસ બિલ્ડીંગો પર ફોકસ છે. ઇમર્જન્સી વોર્ડ અને રૂકમણી ચૈનાનીમાં સઘન તપાસ કરાશે.
હમણાં કામ ચાલી રહ્યું છે
કોન્ટ્રાક્ટર જણાવે છે કે, ઓપીડી પાસે એક્સપાયરી ડેટના બોટલોનું રીપેરીંગ કાર્ય અમારામાં આવતું નથી. તેનું ટેન્ડર બીજાને આપવામાં આવ્યું છે. હમણાં કામ ચાલી રહ્યું છે. બીજા યુનિટમાં કાર્ય ચાલી રહ્યું છે. રીપેરીંગ કાર્ય માટે ફાયર એક્સ્ટીંગ્યુશર લઇ જવામાં આવ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : પેકેજ્ડ વોટરથી લઇ પનીર સુધી 10 નમુનાના પરિણામો જાહેર