Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પાઠ્યપુસ્તકોની જગ્યાએ દિકરીએ પ્રેમીમાં મન પરોવ્યું

VADODARA : વડોદરા (VADODARA) માં ધો - 10 માં અભ્યાસ કરતી દિકરીને પાઠ્યપુસ્તકોની જગ્યાએ પ્રેમીમાં મન પરોવ્યું હતું. અને તે સતત લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહી હતી. તેને ઘરકામ અંગે કોઇ કંઇ કહે તો તે ઘરેથી નિકળી જતી હતી....
vadodara   પાઠ્યપુસ્તકોની જગ્યાએ દિકરીએ પ્રેમીમાં મન પરોવ્યું

VADODARA : વડોદરા (VADODARA) માં ધો - 10 માં અભ્યાસ કરતી દિકરીને પાઠ્યપુસ્તકોની જગ્યાએ પ્રેમીમાં મન પરોવ્યું હતું. અને તે સતત લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહી હતી. તેને ઘરકામ અંગે કોઇ કંઇ કહે તો તે ઘરેથી નિકળી જતી હતી. તાજેતરમાં પણ આવી જ રીતે તે નિકળી ગઇ હતી. તેને શોધીને ઘરે પરત લાવતા સમયે રસ્તામાં દિકરીએ લગ્નની જીદ પકડી હતી. અને તે રસ્તા પર જ બેસી ગઇ હતી. આખરે દિકરીના વલણથી ત્રસ્ત માતાએ અભયમ (ABHAYAM - 181, VADODARA) ની મદદ લેવી પડી હતી. જેમાં અસરકારક કાઉન્સિલીંગ કરવામાં આવતા મામલે થાળો પડ્યો હતો.

Advertisement

કોઇ ટોકે તે ઘર છોડીને જતી રહે

સમગ્ર ઘટના અંગે મહિલા હેલ્પ લાઇન અભયમ (FEMALE HELPLINE ABHAYAM - 181) ની ટીમને કોલ મળ્યો હતો. કોલ કરનાર મહિલાએ જણાવ્યું કે, તેમની દિકરી રસ્તામાં બેસી ગઇ છે. ઘરે જવા માટે મનાવીએ તો માનતી નથી. અને લગ્ન કરવાની જીદ કરે છે. બાદમાં અભયમની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. અને જાણ્યું કે, દિકરીને યુવક સાથે પ્રેમ છે. ઘરમાં દિકરીને કામ બાબતે કોઇ ટોકે તે ઘર છોડીને જતી રહે છે. કેટલાક કલાકોથી ઘર છોડીને ગયા બાદ સંબંધિના ઘરેથી મળી આવી હતી. દિકરી અને તેનો પ્રેમી બંને સગીર છે. તેને સંબંધિના ઘરેથી પરત લાવતા સમયે માતાપિતા સમજાવવા જતા તે રસ્તામાં જ ઉતરી ગઇ હતી.

ગુસ્સામાં ઠપકો આપ્યો હોઇ શકે

અને ઘરે નહિ આવવાનું રટણ તેણે ચાલુ કર્યું હતું. બાદમાં અભયમે દિકરી જોડે વાત કરી હતી. તેણે કહ્યું કે, પિતાએ તેને માર્યું છે, અને અપશબ્દો બોલ્યા છે. જેથી નથી જવું. તે છોકરાના જ ઘરે જવા ઇચ્છે છે. અભયમની ટીમે સમજાવ્યું કે, દિકરીની ચિંતા થતા તેને ગુસ્સામાં ઠપકો આપ્યો હોઇ શકે, હમણાં તેણે ભણવા પર ધ્યાન આપવું જોઇએ. લગ્નનો વિચાર કરવા માટેની આ ઉંમર નથી. હમણાં બંને ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરો, ભવિષ્યમાં પરિવારનો લગ્ન અંગે મનાવજો.

Advertisement

કહ્યા વગર ક્યાંય જશે નહિ

અભયમની વાત દિકરી સમજી જતા તે પરિજનો જોડે ઘરે જવા નિકળી હતી. અને તેણે બાંહેધારી આપી કે, તે કોઇને કહ્યા વગર ક્યાંય જશે નહિ. આમ, અભયમની ટીમે પરિવારની દિકરીની સમસ્યા સમજાવટથી ઉકેલી આપી હતી. અને સ્થિતી થાળે પાડી હતી.

આ પણ વાંચો -- VADODARA : પિતાનો ઠપકો લાગી આવતા પુત્રએ અંતિમ પગલું ભરી લીધું

Advertisement

Tags :
Advertisement

.