Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : લગ્નની જીદે ચઢેલા સગાથી બચવા યુવતિએ રાત્રે 3 વાગ્યે ફોન કર્યો

VADODARA : વડોદરામાં અપરિણીત યુવતિના લગ્ન માટે સખત જીદે ચઢેલા સગાના ત્રાસથી બચવા માટે યુવતિએ રાત્રે ત્રણ વાગ્યે મહિલા હેલ્પ લાઇન અભયમમાં (FEMALE HELPLINE ABHAYAM) ફોન કોલ કર્યો હતો. જે બાદ ટીમ યુવતિની મદદે પહોંચી હતી. યુવતિને કાયદાકીય માર્ગદર્શન આપીને...
vadodara   લગ્નની જીદે ચઢેલા સગાથી બચવા યુવતિએ રાત્રે 3 વાગ્યે ફોન કર્યો

VADODARA : વડોદરામાં અપરિણીત યુવતિના લગ્ન માટે સખત જીદે ચઢેલા સગાના ત્રાસથી બચવા માટે યુવતિએ રાત્રે ત્રણ વાગ્યે મહિલા હેલ્પ લાઇન અભયમમાં (FEMALE HELPLINE ABHAYAM) ફોન કોલ કર્યો હતો. જે બાદ ટીમ યુવતિની મદદે પહોંચી હતી. યુવતિને કાયદાકીય માર્ગદર્શન આપીને વધઉ કાર્યવાહી અર્થે ગોરવા પોલીસ મથકમાં સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

દેવું પણ ચુકવી આપવા તૈયાર

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, યુવતિએ અભયમને કોલ કરીને જણાવ્યું કે, તે ભાડાના મકાનમાં રહે છે. તેના સગા દરવાજો ખખડાવે છે, ફોન પર અપશબ્દો બોલીને ધમકીઓ આપે છે. ગમે ત્યાં તે નોકરી કરવા જાય ત્યાં લોકેશન ટ્રેક કરીને સગા ત્યાં પહોંચી જાય છે. યુવતિ બિહારથી અહિંયા આવીને નોકરી કરી રહી છે. યુવતિના પિતાનું મૃત્યુ થયા બાદ સગા તરફથી મદદ મળી હતી. જેનું દેવું પણ તે ચુકવી આપવા તૈયાર છે. છતાં તેઓ ખોટી રીતે હેરાન કરે છે. જબરદસ્તી રાખવા માટેની ધમકીઓ આપે છે. નોકરી અને રહેવા માટેનું સ્થળ બદલી નાંખવા છતાં તે શોધીને આવી જ જાય છે.

સામેવાળી વ્યક્તિ નાસી છુટી

અનેક પ્રયાસો છતાં આ સગાથી છુટકારો નહિ મળતા આખરે યુવતિએ અભયમની ટીમને રાત્રે 3 વાગ્યે મદદ માટે ફોન કર્યો હતો. સમગ્ર મામલાની ઝીણવટભરી વિગતો મેળવીને અભયમની ટીમ દ્વારા યુવતિનું અસરકારક કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. અભયમની ટીમે અસરકારક કાઉન્સિલીંગ શરૂ કરતા સામેવાળી વ્યક્તિ નાસી છુટી હતી. જે બાદ યુવતિને કાયદાકીય સમજ આપવામાં આવી હતી. સાથે જ યુવતિને પોલીસ ફરિયાદ કરવા માટેનું સુચન પણ કરવામાં આવ્યું હતું.

Advertisement

પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી

યુવતિ સગા શખ્સ સામે યોગ્ય કાર્યવાહી કરવા ઇચ્છતી હોવાથી તેને ગોરવા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી હતી. જ્યાં આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ. અભયમની ટીમે યુવતિને મુશ્કેલીમાંથી બહાર નિકળવાનો માર્ગ કાઢી આપ્યો હતો.

આ પણ વાંચો --  VADODARA : MSU માં પરીક્ષા સમયે વિદ્યાર્થીનીએ પ્રોફેસરને બચકું ભરી લીધુ

Advertisement

Tags :
Advertisement

.