Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : દર્દથી કણસતી માદા શ્વાનને કેન્સરની ગાંઠમાંથી મળી મુક્તિ

VADODARA : રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી ચાલતી કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અવારનવાર અબોલા પશુ પક્ષીઓનો જીવ બચાવવની ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. વડોદરા (VADODARA) ના સયાજીગંજ (SAYAJIGUNJ) વિસ્તારમાં ૧૪ વર્ષની એક માદા શ્વાનના પગમાં...
vadodara   દર્દથી કણસતી માદા શ્વાનને કેન્સરની ગાંઠમાંથી મળી મુક્તિ

VADODARA : રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી ચાલતી કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અવારનવાર અબોલા પશુ પક્ષીઓનો જીવ બચાવવની ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. વડોદરા (VADODARA) ના સયાજીગંજ (SAYAJIGUNJ) વિસ્તારમાં ૧૪ વર્ષની એક માદા શ્વાનના પગમાં થયેલ ગાંઠ ગંભીર શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરીને નવજીવન આપવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

Advertisement

પરિસ્થિતિ ખુબ જ નાજુક હતી

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ૧૪ વર્ષની એક માદા શ્વાનના પગમાં કેન્સરની ગાંઠ હતી. જેના કારણે તેને બેસવામાં અને ચાલવામાં તકલીફ હતી. ઉંમર વધુ હોવાના લીધે તેની રોગ પ્રતિકારક શક્તિ અને પરિસ્થિતિ ખુબ જ નાજુક હતી. જેને કારણે તે દર્દથી કણસતા રહેવા માટે મજબુર બની હતી. અને વિસ્તારમાં આમ-તેમ જ્યાં સલામત સ્થાન મળે ત્યાં પડી રહેતી હતી. હજારોની સંખ્યામાં વાહનો અહિંયાથી રોજ પસાર થાય છે, ત્યારે એક સેવાભાવી શખ્સની નજર તેના પર પડી હતી.

કેન્સરની ગાંઠ હોવાની જાણ થઈ

વિસ્તારના રહીશ ચેતન ભાઈ ઠાકોરને તેની અસહ્ય વેદનાને જોતા અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તુરંત કરુણા હેલ્પલાઇન- ૧૯૬૨ પર કોલ કર્યો. કોલ કર્યાની ગણતરીની પળોમાં કરુણા એમ્બ્યુલન્સ આરોગ્ય ટીમ સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. કરુણા એમ્બ્યુલન્સના તબીબ ડો.ચિરાગ પરમારે પ્રાથમિક તપાસ કરતા ૨૫-૩૦ ગ્રામની કેન્સરની ગાંઠ હોવાની જાણ થઈ. કેન્સરની ગાંઠ જોઈને તબીબે તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય કર્યો.

Advertisement

સારવાર બાદ શ્વાનને ચાલવામાં રાહત

સફળ સર્જરી બાદ અત્યંત નાજુક પરિસ્થિતિમાં કાળજીપૂર્વક શ્વાનનો જીવ બચાવવામાં આવ્યો હતો. જરૂરી સારવાર બાદ શ્વાન ચાલવામાં રાહત અનુભવી રહ્યું છે અને તેની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો પણ જોવા મળ્યો છે. સર્જરી બાદ પણ આ શ્વાનની વારંવાર સંભાળ પણ લેવાઈ રહી છે. કરૂણા એમ્બ્યુલન્સની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે.

પરિસ્થિતિની ગંભીરતા સમજીને ત્વરિત નિર્ણય

આ શ્વાનને નવજીવન પ્રદાન કરવામાં કરુણા એમ્બ્યુલન્સની ટીમના ડો.ચિરાગ પરમાર અને પાયલોટ રતનસિંહ રાઠોડે પરિસ્થિતિની ગંભીરતા સમજીને ત્વરિત નિર્ણય થકી કરુણાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. સમગ્ર પ્રક્રિયાને નિષ્ઠાપૂર્વક પાર પાડવા માટે પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશ દોશી, પ્રોગ્રામ મેનેજર ડો.રવિ રિંક અને પ્રોજેક્ટ હેડ મુકેશ ચાવડાએ કરુણા એમ્બ્યુલન્સની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો --VADODARA : પાલિકાની ટીમે પકડેલા આંખલાનું મોત, અગ્રણી કોર્ટ સુધી લડવા તૈયાર

Tags :
Advertisement

.