Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadodara: કરાળા ગામેથી ઝડપાઈ નકલી પોલીસ, તું દારૂનો ધંધો કરે છે કહી પૈસાની કરી હતી માંગ

Vadodara: વડોદરા (Vadodara) માં નકલી પોલીસ બની રેડ કરનારા ત્રણ શખ્સો ઝડપાયા હતા. મળતી જાણકારી અનુસાર,વડોદરાના મોટા કરાળામાંથી નકલી પોલીસ ઝડપાઇ હતી. નકલી પોલીસ બની રેડ કરવા આવેલા ત્રણ જણાને ઝડપી લેવામાં આવ્યા હતા. મોટા કરાળા ગામમાં ખેતમજૂરને ત્યાં ઇકો...
11:31 AM Jan 02, 2024 IST | Hiren Dave
Fake police

Vadodara: વડોદરા (Vadodara) માં નકલી પોલીસ બની રેડ કરનારા ત્રણ શખ્સો ઝડપાયા હતા. મળતી જાણકારી અનુસાર,વડોદરાના મોટા કરાળામાંથી નકલી પોલીસ ઝડપાઇ હતી. નકલી પોલીસ બની રેડ કરવા આવેલા ત્રણ જણાને ઝડપી લેવામાં આવ્યા હતા. મોટા કરાળા ગામમાં ખેતમજૂરને ત્યાં ઇકો કાર લઇને નકલી પોલીસે દરોડા પાડ્યા હતા.

 

ઓળખપત્ર માંગતા નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો

દારૂનો ધંધો કરે છે તેમ કહીને ફરિયાદી પાસે નકલી પોલીસે રૂપિયાની માંગ કરી હતી. જોકે ફરિયાદીને શંકા જતા તેણે વડોદરા (Vadodara) પોલીસને જાણ કરી હતી. નકલી પોલીસ બની રૂપિયાની માંગ કરનારા જયેશ રાજમલ, વિક્રમ વસાવા, નિલેશ દેવરેની ધરપકડ કરાઇ હતી. પોલીસે ઓળખપત્ર માંગતા નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ત્રણેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જયેશ સામે બગોદરા, પાણીગેટ અને વરણામા પોલીસ સ્ટેશન, વિક્રમ સામે ડભોઇ અને બાપોદ તેમજ નિલેશ સામે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા છે.

પોલીસે ત્રણ નકલી  પોલીસની કરી ધરપકડ

વડોદરા (Vadodara)પોલીસે ઇકો કાર લઈ રેડ કરવા પોલીસ આવી હોવાની જાણ થતા પોલીસને પણ શંકા ગઇ હતી કારણ કે  ત્યારે વડોદરા પોલીસ સ્ટેશનના કોઈ કર્મચારી ઇકો કાર રાખતો નથી. જેથી પોલીસે નકલી પોલીસ બની આવેલા ત્રણેય પાસે ઓળખ કાર્ડ માંગી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. શિનોર પોલીસે નકલી પોલીસ બનીને આવેલા વડોદરા શહેરના જયેશ રાજમલ, વિક્રમ વસાવા અને નિલેશ દેવરેને ઝડપી પાડ્યા હતા અને વધુ પૂછપરછ શરૂ કરી હતી.

 

તાજેતરમાં જ રાજકોટમાં પણ નકલી પોલીસ ઝડપાઇ હતી. ભક્તિનગર પાસે નકલી પોલીસ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. રિક્ષામાં બેસેલા પેસેન્જર પાસેથી 800 રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી. જો કે ભક્તિનગર પોલીસે આ ઠગબાજને ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો-MUNDRA સોપારી કાંડમાં નવો વળાંક, આરોપીની પત્નિએ કોર્ટમાં અરજી આપી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Demand for moneyECO carFAKE POLICEKarala villagePolice arrested threeShinor PoliceVadodara
Next Article