Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પરવાનગી સાથે લગાવેલા મતદાન જાગૃતિના પોસ્ટરોમાં છબરડો

VADODARA : વડોદરા શહેર-જિલ્લાનું (VADODARA ELECTION ADMINISTRATION) વહીવટી તંત્ર ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન (MORE VOTING) થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે. તેવામાં જિલ્લા કલેક્ટર (COLLECTOR OFFICE - VADODARA) કચેરી આસપાસ મંજૂરી સાથે લગાડવામાં આવેલા મતદાન જાગૃતિના પોસ્ટરોમાં (VOTING AWARENESS POSTER)...
vadodara   પરવાનગી સાથે લગાવેલા મતદાન જાગૃતિના પોસ્ટરોમાં છબરડો

VADODARA : વડોદરા શહેર-જિલ્લાનું (VADODARA ELECTION ADMINISTRATION) વહીવટી તંત્ર ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન (MORE VOTING) થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે. તેવામાં જિલ્લા કલેક્ટર (COLLECTOR OFFICE - VADODARA) કચેરી આસપાસ મંજૂરી સાથે લગાડવામાં આવેલા મતદાન જાગૃતિના પોસ્ટરોમાં (VOTING AWARENESS POSTER) મતદાનના સમયમાં છબરડા થયા હોવાનું સામે આવ્યું છે. કેટલાક પોસ્ટરોમાં મતદાનનો શરૂ થવાનો સમય સવાલે 8 વાગ્યાનો દર્શાવવામાં આવ્યો છે, તો કેટલાક પોસ્ટરોમાં મતદાન પૂર્ણ થવાનો સમય સાંજે 5 વાગ્યાનો દર્શાવવામાં આવ્યો છે. હકીકતે મદતાનનો સમય સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધીનો હોવાનું વિભાગીય સુત્રોએ જણાવ્યું છે.

Advertisement

છબરડો માત્ર એક - બે પોસ્ટરો સુધી સીમિત નથી

વડોદરાનું ચૂંટણી તંત્ર વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રસાયો હરરોજ કરી રહ્યું છે. આ માટે વિવિધ પ્રકારના અવનવા કાર્યક્રમો આપીને વધુમાં વધુ લોકોને મતદાન કરવા માટે પ્રેરવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં એક મોટો ગંભીર છબરડો સામે આવ્યો છે. જેમાં કલેક્ટર કચેરી બહાર આસપાસ મંજુરી સાથે મતદાન જાગૃતિને લઇને લગાડવામાં આવેલા પોસ્ટરોમાં સમય ખોટો દર્શાવવામાં આવ્યો છે. જેને લઇને હાલ ભારે ચર્ચા ચાલી રહી છે. આ છબરડો માત્ર એક - બે પોસ્ટરો સુધી સીમિત નથી. આવા અનેક પોસ્ટરો શહેરમાં ઠેર ઠેર જોવા મળે છે, જેમાં મતદાનને લઇને ખોટો સમય લખવામાં આવ્યો હોય.

અનેક પોસ્ટરોમાં કેવી રીતે થાય !

આ છબરડો જોનારા લોકોમાં આશ્ચર્ય એ વાતનું છે કે, જ્યારે પોસ્ટર નીચે કલેક્ટર કચેરી પરવાનગી નંબર પણ મારવામાં આવ્યો હોય, ત્યારે આ પ્રકારે છબરડો કેવી રીતે શક્ય છે. અને તે પણ અનેક પોસ્ટરોમાં કેવી રીતે થાય ! આ પ્રકારના અનેક સવાલોએ લોકચર્ચામાં સ્થાન લીધું છે. ગતસાંજથી આ પ્રકારનો છબરડો સામે આવવા પામ્યો છે. હવે આ મામલે પોસ્ટ હટાવવામાં આવે છે, કે પછી તેમાં સુધારા કરતું સ્ટીકર મારવામાં આવે છે, અને કેટલા સમયમાં આ છબરડા સામે કાર્યવાહી થાય છે, તે જોવું રહ્યું. જિલ્લા ચૂંટણી તંત્રના વધુમાં વધુ પ્રમાણમાં મતદાન થાય તેવા પ્રયાસો સામે મોટા પોસ્ટરમાં આ પ્રકારને છબરડો ઠેસ પહોંચાડે તેવો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પીકઅપ ટેમ્પો કાચ તોડીને રેસ્ટોરેન્ટમાં ઘૂસી ગયો

Advertisement
Tags :
Advertisement

.