ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : કામદારોને મતદાનની જાણકાર આપવા ‘વોટર અવેરનેસ ફોરમ’ની રચના

VADODARA : ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ તમામ સરકારી, બિન-સરકારી સંસ્થાઓમાં કામ કરતા લોકોને મતદાન નોંધણી તથા નૈતિક મતદાનની માહિતી મળી રહે તે માટે ‘વોટર અવેરનેસ ફોરમ’ની રચના કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી બી. એ. શાહે...
05:48 PM Apr 15, 2024 IST | PARTH PANDYA
Representative Image

VADODARA : ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ તમામ સરકારી, બિન-સરકારી સંસ્થાઓમાં કામ કરતા લોકોને મતદાન નોંધણી તથા નૈતિક મતદાનની માહિતી મળી રહે તે માટે ‘વોટર અવેરનેસ ફોરમ’ની રચના કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી બી. એ. શાહે વડોદરા જિલ્લામાં આ કામગીરી માટે વિવિધ વિભાગોના ૪૮ જેટલા અધિકારીઓની નિમણૂક કરી તેઓને આવી સંસ્થાઓમાં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવા જવાબદારી સોંપવામાં આવી છે. આ સમગ્ર કામગીરી દેખરેખ તથા સુચારૂ આયોજન માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર અને સંયુક્ત ઉદ્યોગ કમિશનર શક્તિસિંહ ઠાકોરની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મતદાન અંગે સંકલ્પ લેવડાવવામાં આવશે

વડોદરા જિલ્લામાં ૨૫૦થી કામદારો ધરાવતી ઈન્ડસ્ટ્રીઝમાં ‘વોટર અવેરનેસ ફોરમ’ની રચના કરવામાં આવશે, જ્યાં ઈ. વી. એમ. ડેમોસ્ટ્રેશન તથા એલ. ઈ. ડી. વાન દ્વારા મતદાન જાગૃતિ અંગે વીડિયો નિદર્શન કરવામાં આવશે. મતદાન જાગૃતિ અંગે ‘અવસર’ ફિલ્મ, ‘હું ભારત છું’ ગીત, નૈતિક મતદાન તેમજ મતદાન પ્રક્રિયા સંબંધિત માહિતી ફિલ્મના માધ્યમથી આ સંસ્થાઓમાં કામ કરતા કામદારોને આપવામાં આવશે. આ ઉપરાંત cVIGIL, કે. વાય. સી., વોટર હેલ્પલાઈન એપ, સર્ચ યોર નેમ ઈન વોટર લિસ્ટ, મતદાન માટેની ઓળખના વૈકલ્પિક માન્ય પુરાવાઓ અંગે સમજ આપવામાં આવશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા અપાયેલ મતદાન અંગે સંકલ્પ લેવડાવવામાં આવશે.

૪૮ અધિકારીઓ ફીલ્ડમાં જશે

આપને જણાવી દઈએ કે, વડોદરા જિલ્લામાં ૫૮૯ જેટલી ઈન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે નિયુક્ત ૪૮ અધિકારીઓ ફીલ્ડમાં જઈ મતદાન જાગૃતિ માટે સફળ પ્રયાસો હાથ ધરશે.

આ પણ વાંચો -- VADODARA : શહેર-જિલ્લામાં 70 મહિલા સંચાલિત સખી મતદાન મથકો ઉભા કરાશે

Tags :
administrationawarenesscreatedElectionforumVadodaraVoter
Next Article