VADODARA : ડમ્પર ચાલકની ગફલતનો ભોગ મુંગા પશુ બન્યા
VADODARA : વડોદરા (VADODARA) પાસે ડમ્પર ચાલકની ગફલતનો ભોગ મુંગા પશું બન્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પશુપાલન કરતા પરિવારના સભ્યો પશુને લઇને ચરાવવા નિકળ્યા હતા. જ્યાં ડમ્પર ચાલકે ગફલત ભરી રીતે ચલાવી અકસ્માત સર્જ્યો હતો. જેને લઇને મુંગા પશુઓને ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ ડમ્પરને ખેતરમાં મુકીને ચાલક નાસી છુટ્યો હતો. સમગ્ર મામલે ચાણોદ પોલીસ મથક (CHANDOD POLICE STATION) માં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે ડમ્પરના નંબરના આધારે ચાલકની ભાળ મેળવવાના ચક્રોગતિમાન કર્યા છે.
ડમ્પર એકદમ ચઢી આવ્યું
ચાણોદ પોલીસ મથકમાં લીલાબેન લક્ષ્મણભાઇ વસાવા (રહે. નવી નગરી, ફુલવાડી, ડભોઇ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓનો પરિવાર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ઘરમાં ત્રણ ભેંસો અને બા નાની પાડી છે. બપોરે સાડા ત્રણ વાગ્યે તેઓ ફુલવાડી ગામની સીમમાં ખેતરમાં ઢોરો ચરાવતા હતા. દરમિયાન ચાણોદ-નવા માંડવા તરફથી ફુલવાડી તરફ જવાના રસ્તે ડમ્પર બેફામ હંકારાતું હોવાનું નજરે પડ્યું હતું. આ ડમ્પર તેઓ ઢોર ચરાવતા હતા તે ખેતરમાં એકદમ ચઢી આવ્યું હતું. જેથી મહિલા ડમ્પરથી દુર ખસી ગયા હતા.
મહિલાના પગે મચકોડ આવી ગઇ
પરંતુ ઢોરો પર ડમ્પર અડી જતા તેઓ છોલાયા હતા. સાથે જ મહિલા અચાનક દુર ખસવા જતા તેઓના પગે મચકોડ આવી ગઇ હતી. આ ઘટના બાદ મહિલાની મદદ કરવાની જગ્યાએ ચાલક ખેતરમાં ડમ્પર મુકીને સ્થળ પરથી નાસી છુટ્યો હતો. આખરે ઉપરોક્ત મામલે મહિલાએ ડમ્પલના નંબરના આધારે ચાણોદ પોલીસ મથકમાં ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપી ડમ્પર ચાલકને પકડી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.
કરે કોઇ ભરે કોઇ જેવો ઘાટ
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત ઘટનામાં કરે કોઇ અને ભરે કોઇ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. મહિલા ઢોર ચરાવવા માટે ખેતરમાં ગયા હતા. ત્યાં ડમ્પર ચાલકે ગફલત ફરી રીતે હંકારી ખેતરમાં આવી જઇ મહિલા અને ઢોરો માટે મુશ્કેલી ઉભી કરી હતી. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં આરોપી ડમ્પર ચાલક સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --VADODARA : ચૂંટણી અંગે મુંઝવતા પ્રશ્નોને લઇ ટોલ ફ્રી હેલ્પલાઇન પર સવાલોનો મારો