Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : 41 વર્ષ જૂના કેસમાં ડોન દાઉદ દોષમુક્ત થયા બાદ કાર્યવાહીનો સળવળાટ

દેશના મોસ્ટ વોન્ડેટ (MOST WANTED DON) આરોપીઓના લિસ્ટમાં ટોચનું સ્થાન ધરાવતા ડોન દાઉદ હસન શેખ ઇબ્રાહિમને (DAWOOD IBRAHIM) વડોદરાની નીચલી અદાલત દ્વારા 41 વર્ષ બાદ ફાયરિંગના કેસમાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ મામલે સામે આવ્યા બાદ હવે વડોદરા...
vadodara   41 વર્ષ જૂના કેસમાં ડોન દાઉદ દોષમુક્ત થયા બાદ કાર્યવાહીનો સળવળાટ

દેશના મોસ્ટ વોન્ડેટ (MOST WANTED DON) આરોપીઓના લિસ્ટમાં ટોચનું સ્થાન ધરાવતા ડોન દાઉદ હસન શેખ ઇબ્રાહિમને (DAWOOD IBRAHIM) વડોદરાની નીચલી અદાલત દ્વારા 41 વર્ષ બાદ ફાયરિંગના કેસમાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ મામલે સામે આવ્યા બાદ હવે વડોદરા પોલીસ દ્વારા આ મામલે તપાસનો સળવળાટ જોવા મળી રહ્યો છે. સુત્રોએ જણાવ્યુ કે, પોલીસ દ્વારા કેસને લગતા ડોક્યૂમેન્ટ્સની સર્ટિફાઇડ નકલો મેળવવામાં આવી રહી છે.

Advertisement

શું હતો સમગ્ર મામલો

દેશના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમ (DAWOOD IBRAHIM સાથે સંકળાયેલા આ હાઇપ્રોફાઇલ કેસ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, 11 જૂન, 1983 ના રોજ મકરપુરા પોલીસ મથકના હદ વિસ્તારમાં જાબુઆ વિજ સબસ્ટેશન પાસેથી પસાર થતી કારમાં પરવાના વગરની રિવોલ્વરમાંથી અકસ્માતે ગોળી છુટી હતી. જેમાં હાજી ઇસ્માઇલને હાથ પર અને દાઉદને ગળાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

પીઆઇ જી. સી. ઝાલા હતા

સમગ્ર ઘટના અંગે જાણ થતા મકરપુરા પોલીસ મથક (MAKARPURA POLICE STATION) માં કારમાં સવાર દાઉદ હસન શેખ ઇબ્રાહિમ, હાજી હાજી ઇસ્માઇલ સુબણિયા, અલી અબ્દુલ્લા અંતુલે, ઇબ્રાહિમ મહંમદભાઇ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ (ARMS ACT) અને બીપી એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. તે સમયે ફરિયાદી મકરપુરા પોલીસ મથકના પીઆઇ જી. સી. ઝાલા હતા. ગુનો નોંધાયા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

Advertisement

પિસ્તોલ અને જીવંત કારતુસ પકડી પડાયા હતા

તે સમયે સારવાર હેઠળના આરોપીઓને પુછપરછ દરમિયાન લીડ મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સયાજીગંજ પોલીસ મથક સામેના જગદીશ લોજમાં પરવાના વગરની 2 રિવોલ્વર, વિદેશી બનાવટની 2 પિસ્તોલ તથા 85 જેટલા જીવંત કારતુસ પકડી પાડવામાં આવ્યા હતા.

નિર્દોષ છોડી મુકવાનો હુકમ

ડોન દાઉદ સામે વર્ષ 2022 માં 70 મુજબનું વોરંટ નિકળ્યું હતું. અને આરોપી મળી આવતા નથી. તથા ફરિયાદીનું મોત થયું છે. તેમજ એક આરોપી પણ મૃત્યુ પામ્યો છે. સહિત 5 જેટલા કારણો જણાવીને અદાલતે 3 આરોપીઓને નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો હતો. એડિ. સિવિલ જજે ડિસેમ્બર-2023 ના રોજ આપેલા ચુકાદામાં દાઉદ ઇબ્રાહિમ સહિત ત્રણને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

Advertisement

સત્તાવાર માહિતીની વાટ

સુત્રોના જણાવ્યા અનુસાર, હાલ ચૂંટણીના બંદોબસ્તમાં શહેર પોલીસ વ્યસ્ત છે. તેવામાં ઉપરોક્ત કેસ મામલે તંત્રમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. હાલ કેસને લગતા ડોક્યૂમેન્ટ્સની પ્રમાણિત નકલોને મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.  જો કે, આ અંગે હજી સુધી સત્તાવાર કોઇ માહિતી સામે આવવા પામી નથી.

આ પણ વાંચો -- VADODARA : પરવાનગી સાથે લગાવેલા મતદાન જાગૃતિના પોસ્ટરોમાં છબરડો

Tags :
Advertisement

.