Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : રોજગારીને લઇને ધનોરામાં કંપની બહાર ગ્રામજનોનો વિરોધ

VADODARA : વડોદરા (VADODARA - DHANORA) પાસે આવેલા ધનોરામાં રિલાયન્સ કંપની આવેલી છે. આજે કંપનીના ગેટ પાસે સ્થાનિકો દ્વારા રોજગારી મુદ્દે પ્રદર્શન કરીને હડતાલ કરવામાં આવી હતી. સમગ્ર મામલે સ્થાનિકોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમે જમીનો ગુમાવ્યા છતાં...
05:24 PM Jun 24, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA - DHANORA) પાસે આવેલા ધનોરામાં રિલાયન્સ કંપની આવેલી છે. આજે કંપનીના ગેટ પાસે સ્થાનિકો દ્વારા રોજગારી મુદ્દે પ્રદર્શન કરીને હડતાલ કરવામાં આવી હતી. સમગ્ર મામલે સ્થાનિકોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમે જમીનો ગુમાવ્યા છતાં પણ નોકરી ન મળવાથી, બેરોજગાર છોકરાઓ ફરી રહ્યા છે. તેને લઇને અમે આંદોલન કર્યું છે. અમારા નજીકના છોકરાઓ નોકરી માટે ક્યાં જશે ? અમારે ખાવાનું શું. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

ગામના છોકરાઓ ક્યાં જાય

સમગ્ર વિરોધને લઇને સ્થાનિક રવિરાજસિંહ કોન્ટ્રાક્ટરો પર આરોપ મુકતા મીડિયાને જણાવે છે કે, અત્યારે અમે લોકો ભેગા થઇને હડતાલ પાડી છે. માત્ર અને માત્ર રોજગારને લઇને છે. અમારો મુદ્દો કંપનીના કોન્ટ્રાક્ટર જોડે છે. પાસ વન ટાઇમ બનાવે છે. એક મહિનાનું કામ હોય તો તે બાદમાં બંધ થઇ જાય છે. ગામના છોકરાઓ ક્યાં જાય, તેમને સેલેરી સ્લીપ નથી આપતા. જ્યારે જાય ત્યારે કહે છે કે, તમારે આટલા કલાક ડ્યુટી કરવી પડશે, પરંતુ તેમને સેલેરી સ્લીપ મળતી નથી, થોડુંક મોડું થાય તો તુરંત સેલેરી કાપી લે છે. બ્લેક લિસ્ટ કરી નાંખે છે. આવો કેવો ન્યાય અમારી જોડે !

અમારે ખાવાનું શું ?

અન્ય સ્થાનિક અગ્રણી આરોપ મુકતા જણાવે છે કે, અમારૂ ઘનોરા ગામ છે, અમે જમીનો ગુમાવ્યા છતાં પણ નોકરી ન મળવાથી, બેરોજગાર છોકરાઓ ફરી રહ્યા છે. તેને લઇને અમે આંદોલન કર્યું છે. સાથે જ મારુ કહેવું છે કે, અહિંયા જે કોન્ટ્રાક્ટરો છે, તે 20 કિમી દુર રહે છે. દરેક કોન્ટ્રાક્ટર 80 જેટલા છોકરાઓ લઇને આવે છે. અમારા નજીકના છોકરાઓ નોકરી માટે ક્યાં જશે ? અમારે ખાવાનું શું ? છોકરાઓને સારી નોકરી ન મળે તો ક્યાં જશે ? અમારી જમીન કંપનીમાં ગઇ છે. આ અમારો પ્રશ્ન છે.

અમને નોકરી જોઇએ

સ્થાનિક મહિલા આરોપ મુકતા જણાવે છે કે, અમે આંદોલન કરીએ છીએ. અમારી જમીન કંપનીએ લઇ લીધી છે. અમારા 70 - 80 છોકરાઓ ગામના રખડે છે. તેમને રોજગારી મળતી નથી. અમારા છોકરાઓને નોકરીએ લેવા પડે. અમારે નોકરીની જરૂર છે. બહારથી કોન્ટ્રાક્ટરો આવે છે, તે અહિંયા નોકરી કરે છે. અમને નોકરી જોઇએ, અમે કોઇ ઝઘડો કરવા નથી આવ્યા, એટલે જ અમે હડતાલ પાડી છે.

આ પણ વાંચો -- VADODARA : ભાજપના પંચાયત સભ્ય દ્વારા તલાટીને માર મરાતા રોષ

Tags :
agitateCompanydhanoraEmploymentforissuelocalofoppositePeoplesideVadodara
Next Article