Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મુંબઇથી આવી હાથફેરો અજમાવતા બે રીઢા ચોર દબોચતી ક્રાઇમ બ્રાન્ચ

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમને નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મોટી સફળતા મળી છે. પેટ્રોલીંગ દરમિયાન પોલીસની ટીમને જોઇને બે શખ્સે ટુ વ્હીલર પર નાસવા ગયા હતા. પરંતુ ટીમે બંનેની અટકાયત કરી તેમની સઘન પુછપરછ આદરી હતી....
vadodara   મુંબઇથી આવી હાથફેરો અજમાવતા બે રીઢા ચોર દબોચતી ક્રાઇમ બ્રાન્ચ

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમને નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મોટી સફળતા મળી છે. પેટ્રોલીંગ દરમિયાન પોલીસની ટીમને જોઇને બે શખ્સે ટુ વ્હીલર પર નાસવા ગયા હતા. પરંતુ ટીમે બંનેની અટકાયત કરી તેમની સઘન પુછપરછ આદરી હતી. તેમાં તસ્તરો ભાંગી પડ્યા હતા. અને તમામ હકીકત ક્રાઇમ બ્રાન્ચના જવાનો સમક્ષ કહી દીધી હતી. આ આરોપીઓને પકડી પાડવાથી બે પોલીસ મથકમાં નોંધાયેલા ચાર ગુનાઓ ડિટેક્ટ થવા પામ્યા છે.

Advertisement

ભાગવા જતા શંકા ગઇ

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ના જવાનો ગુનાખોરી ડામવા માટે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન કાફલો આર.વી. દેસાઇ રોડ જવાહરનગર સોસાટીમાં થઇ નિકળી રહ્યો હતો, તેવામાં સામેથી એક્ટીવા પર બે ઇસમો આવતા હતા. પોલીસને જોઇને બંને ઇસમોએ એક્ટીવા પલટાવીને ભાગવાની કોશિષ કરી હતી. જેથી બંને પર શંકા જતા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તેમનો પીછો કર્યો હતો. ટુંકા ગાળામાં જ બંનેને રોકી દેવામાં આવ્યા હતા. પુછપરછમાં બંનેએ પોતાના નામ નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ (ઉં. 29) (રહે. પ્રકાશ માત્રે ચાલી, નવી મુંબઇ) અને શેરા શૌરૂ ચૌહાણ (રહે. નાયગાવ, મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું.

રેકી કરતા હતા

તેમની અંગજડતી દરમિયાન બે મોબાઇલ, એક ગણેશીયુ, તેમજ ડિસમીસ અને રોકડ મળી આવ્યા હતા. બાદમાં આગવી ઢબે પુછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, તેમની પાસેની એક્ટીવા ચોરીની છે. તેઓ મુંબઇથી વડોદરા આવી બંધ મકાનમાં બપોરના સમયે ચોરી કરવાના ઇરાદે રેકી કરવા ફરતા હતા. તેમના એક સાગરીત દ્વારા એક સપ્તાહ પહેલા મુંબઇથી આવીને જેપી રોડ પોલીસ મથકમાં બાઇકની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

Advertisement

બંનેનો ગુનાહિત ઇતિહાસ

આરોપીઓ પૈકી શેરા ચૌહાણ મુંબઇ તેમજ આસપાસના પોલીસ મથકમાં ઘરફોડ ચોરી, કારમાંથી તફડંચી, જેવા 65 ગુનામાં પકડાયેલો છે. તેમજ નૌશાદ છેલ્લા પાંચ વર્ષમાં 17 થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે. આ આરોપીઓએ મોટા ભાગના દિવસો જેલમાં વિતાવ્યા છે. જેલમાંથી બહાર આવતા જ તેઓ હાથફેરો શરૂ કરી દેતા હતા.

ચાર ગુના ઉકેલાયા

ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં વાડી પોલીસ મથકની રૂ. 8 લાખથી વધુ મત્તાની ચોરી, અને બાઇક ચોરી તથા જેપી રોડ પોલીસ મથકમાં રૂ. 50 હજારથી વધુની મત્તાની ચોરી અને એક્ટીવા ચોરીનો ભેદ ઉકેલાઇ જવા પામ્યો છે.

Advertisement

આરોપીઓની ઓમઓ

બંને આરોપીઓની મોડસ ઓપરેન્ડી અનુસાર, તેઓ મુંબઇથી ટ્રેનમાં વડોદરા આવતા હતા. ત્યાર બાદ ભાડાની રીક્ષામાં સોસાયટીઓ સુધી પહોંચતા હતા. ત્યાર બાદ ચાલતા ચાલતા બંધ મકાનની ખાતરી કરવા માટે રેકી કરતા હતા. ત્યાર બાદ નજીકમાંથી ટુ વ્હીલરની ઉઠાંતરી કરીને બંધ મકાનના તાળા અને નકુચા તોડી હાથફેરો કરતા હતા. બાદમાં ચોરીના ટુ વ્હીલરને રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારમાં મુકી મુંબઇ તરફ નાસી જતા હતા.

આ પણ વાંચો -- VADODARA : પોલીસ ભવન પહોંચેલા યુવકે કહ્યું, “મમ્મી હેરાન કરે છે, હવે હદ….”

Tags :
Advertisement

.