VADODARA : ATM મશીનમાં પટ્ટી મારી ધાર્યુ પાર પાડનારને દબોચી લેવાયો
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના તાંદલજા વિસ્તારમાં આવેલી બેંકના એટીએમ તથા અકોટા વિસ્તારના ઉર્મી સોસાયટી ખાતે આવેલા બેંકના એટીએમમાંથી બપોરના સમયે કોઇ અજાણ્યા ઇસમો મોઢા પર રૂમાલ બાંધીને પ્રવેશ કર્યો હતો. અંદર તેણે મોઢું છુપાવીને એટીએમ મશીનમાં સફેદ કલરની પટ્ટી લગાડી હતી. બાદમાં તે ત્યાંથી નિકળી ગયો હતો. જે બાદ એટીએમ મશીનમાં જે ગ્રાહકો રૂપિયા ઉપાડવા માટે આવે તેની પ્રોસેસ કરવા છતાં રૂપિયા મશીનમાંથી બહાર આવતા ન્હતા. જેથી ગ્રાહકો ત્યાંથી જતા રહ્યા હતા. જે બાદ અજાણ્યા સમો એટીએમમાં પ્રવેશી રૂ. 22 હજાર અને અન્ય એટીએમમાંથી રૂ. 13,500 ચોરી કર્યા હતા. જદે મામલે વડોદરાના જેપી રોડ પોલીસ મથક અને અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી હતી.
શકમંદની અટકાયત કરી
જે બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમ તપાસમાં જોડાઇ હતી. આ મામલે સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન રીસોર્સના આધારે તપાસ તેજ કરી હતી. સાથે જ અગાઉ આ પ્રકારના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓની ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હતી. તેવામાં અગાઉ પકડાયેલા રોહીત ઉર્ફે શોભીત રાકેશપ્રસાદ ઉર્ફે પપ્પુભાઇ મિશ્રા (રહે. મુજમહુડા ઝુપડપટ્ટી, વડોદરા) (મુળ રહે. બિન્દા, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) શંકાના દાયરામાં આવ્યો હતો. આ ગુનામાં ઉપયોગી બાઇક રાણેશ્વર ચાર રસ્તા પાસેના એટીએમ નજીક ફરતી હોવાની જાણકારી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચીને શકમંદની અટકાયત કરી હતી. તેની પાસેથી મળી આવેલી બેગમાં વાયર ફીટીંગ માટેની પટ્ટી, નાનું કટર, અને ફેવીક્વિક મળી આવ્યા હતા. આ રાખવા અંગે તેને પુછતા તે કંઇ સચોટ માહિતી આપી શક્તો ન્હતો. આખરે તે કડક પુછપરછમાં ભાંગી પડ્યો હતો.
પટ્ટીના કારણે પૈસા ફસાઇ જતા
તેણે જણાવ્યું કે, તે એટીએમ મશીનમાં કેશ ડિસ્પેન્શર પાસેની જગ્યાએ પ્લાસ્ટીકની પટ્ટી લગાવી દેતો હતો. જેના કારણે એટીએમમાંથી પૈસા કાઢવા માટે આવેલા લોકોના પૈસા પ્રોસેસ કરવા છતાં પટ્ટીના કારણે અંદર ફસાઇ જતા હતા. અને પૈસા બહાર ન નિકળ્યા હોવાનું માનીને લોકો જતા રહેતા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની વધુ તપાસ અર્થે જેપી રોડ અને અકોટા પોલીસ સ્ટેશનમાં સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીનો ઇતિહાસ
આરોપી રોહીત ઉર્ફે શોભીત રાકેશપ્રસાદ ઉર્ફે પપ્પુભાઇ મિશ્રા (રહે. મુજમહુડા ઝુપડપટ્ટી, વડોદરા) (મુળ રહે. બિન્દા, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) એ તેના સાગરીત સાથે મળી અટલાદરા, જેપી રોડ પર ત્રણ એટીએમાં પટ્ટી લગાડી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જે અંગે જેપી રોડ પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો છે.
આ પણ વાંચો -- VADODARA : ખોટા નામ ધારણ કરી બદઇરાદા પાર પાડતું જોડું ઝબ્બે