Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બોગસ પુરાવા આપી મેળવેલ કારની ઠગાઇ કરનાર રીઢો નિકળ્યો

VADODARA :વડોદરા (VADODARA) માં બોગસ પુરાવા આપી મેળવેલી સેલ્ફ ડ્રાઇવીંગ (SELF DRIVING) માટેની કારનો ઉપયોગ ખોટા કામમાં થયો હોવાનું સામે આવ્યું છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા કાર મેળવનાર આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. તેની પુછપરછમાં કારનો ઉપયોગ...
vadodara   બોગસ પુરાવા આપી મેળવેલ કારની ઠગાઇ કરનાર રીઢો નિકળ્યો

VADODARA :વડોદરા (VADODARA) માં બોગસ પુરાવા આપી મેળવેલી સેલ્ફ ડ્રાઇવીંગ (SELF DRIVING) માટેની કારનો ઉપયોગ ખોટા કામમાં થયો હોવાનું સામે આવ્યું છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા કાર મેળવનાર આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. તેની પુછપરછમાં કારનો ઉપયોગ ખોટા કામમાં થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડતા શહેરના ત્રણ અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ પણ ઉકેલાવવા પામ્યા છે.

Advertisement

કાર મેળવવા માટે આપેલા પુરાવા બોગસ નિકળ્યા

તાજેતરમાં વડોદરાના હરણી પોલીસ મથકમાં બોગસ પુરાવા આપીને સેલ્ફ ડ્રાઇવીંગ કાર ભાડે લીધા બાદ જીપીએસ સિસ્ટમ બંધ કરી ફરાર થવા અંગેની ફરિયાદ નોંધાઇ હતી. આરોપીએ કાર મેળવવા માટે આપેલા પુરાવા બોગસ હોવાનું પણ સામે આવ્યું હતું. ગુનો નોંધાયા બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી. અને આરોપી અંગે ટેકનીકલ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી. દરમિયાન સાહિલ સાજીદઅલી શેખ (રહે. ગંગાબાઇ કબ્રસ્તાન, પ્રતાપ નગર, વડોદરા) સુધી ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી.

વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો-ફરતો હતો

આરોપીને માંજલપુર તુલસીધામ પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીના પાછલા રેકોર્ડની ચકાસણી કરતા તે ઘરફોડ ચોરી કરતી ગેંગ સાથે મળી ઘાઘરેટીયાથી કારની ચોરી કરી તેનો ઉપયોગ સુલ્તાનપુરા ખાતેની બંધ દુકાનમાં ચોરી કરવા માટે થયો હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે મકરપુરા અને વાડી પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ગુનામાં તે નાસતો-ફરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી લઇને વધુ તપાસ માટે પોલીસ મથકનો સંપર્ક કર્યો છે.

Advertisement

આરોપી સામે ચાર ગુના નોંધાયા

આરોપી સાહિલ સાજીદઅલી શેખ (ઉં. 24) સામે હરણી, મકરપુરા અને વાડી પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયા છે. તેમાં ત્રણ ગુનાઓ પ્રોહિબીશનની કલમ હેઠળ નોંધવામાં આવ્યા છે. જ્યારે એક ગુનો મારામારી સંદર્ભે નોંધાયે છે. ત્રણ ગુનાઓમાં આરોપી નાસતો-ફરતો હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : તરવૈયાઓને નિરાશ કરતા પાલિકા સંચાલિત સ્વિમીંગ પુલ-

Advertisement

Tags :
Advertisement

.