ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ઓનલાઇન દેવું થઇ જતા યુવક ખોટા રવાડે ચઢ્યો

VADODARA : વડોદરામાં યુવકને ઓનલાઇન ગેમ (ONLINE GAMMING) માં દેવું થઇ જયા યુવક ખોટા રવાડે ચઢી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) તપાસ શરૂ કરતા ખોટા રવાડે ચઢેલા યુવકની ધરપકડ કરી વધુ...
02:29 PM Apr 16, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરામાં યુવકને ઓનલાઇન ગેમ (ONLINE GAMMING) માં દેવું થઇ જયા યુવક ખોટા રવાડે ચઢી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) તપાસ શરૂ કરતા ખોટા રવાડે ચઢેલા યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.

પરિવાર ચાર રસ્તા પાસે તૈનાત

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે. તાજેતરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમ માહિતીના આધારે પરિવાર ચાર રસ્તા પાસે તૈનાત હતી. ત્યાંથી શંકાસ્પદ મોપેડ સાથે મોબાઇલ ફોન ધરાવતા યુવકની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. યુવકે પોતાનું નામ રૂદ્રકુમાર ઉર્ફે તિર્થ નરેન્દ્રભાઇ ત્રિવેદી (રહે. ખટંબા અર્બન રેસીડેન્સી, વાઘોડિયા ચોકડી) હોવાનું જણાવ્યું હતું. જે બાદ ક્રાઇમ બ્રાન્ચના જવાનો યુવક પાસેથી મોપેડ અને મોબાઇલ અંગે સઘન પુછપરછ શરૂ કરી હતી.

રૂ. 70 હજારનું દેવું થઇ ગયું

યુવક પાસે બંનેની ખરીદીના કોઇ બીલ પુરાવા ન હતા. જેને લઇને ક્રાઇમ બ્રાન્ચે કડકાઇ દાખવીને યુવકની પુછપરછ કરી હતી. જેમાં યુવકે વટાણા વેરી દીધા હતા. યુવકે કહ્યું કે, છેલ્લા છ માસથી ઓનલાઇન ગેમ રમતો હતો. તેમાં તેને રૂ. 70 હજારનું દેવું થઇ ગયું હતું. તેમજ નોકરી પર આવવા-જવા માટે કોઇ વાહન ન હોવાથી તેણે એપ્રિલ - 24 માં સુખધામ રેસીડેન્સી વાઘોડિયા બહાર પાર્ક કરેલું મોપેડ ચોરી કર્યું હતું. અને પોતાના ફાયદા માટે વેચવા નિકળ્યો હતો.

રૂ. 47 હજારનો મુદ્દામાલ કબ્જે

આખરે પોલીસે રૂદ્રકુમાર ઉર્ફે તિર્થ નરેન્દ્રભાઇ ત્રિવેદી (રહે. ખટંબા અર્બન રેસીડેન્સી, વાઘોડિયા ચોકડી) ને વધુ તપાસ અર્થે કપુરાઇ પોલીસ સ્ટેશને સોંપ્યો છે. ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે મોપેડ અને મોબાઇલ ફોન મળીને રૂ. 47 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ કપુરાઇ પોલીસ મથકમાં નોંધાયેલો ગુનો ઉકેલાઇ જવા પામ્યો છે. આમ, ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઇન ગેમમાં દેવું થઇ જયા યુવક ખોટા રવાડે ચઢી ગયેલા યુવકને દબોચી લઇ પોલીસને સોંપ્યો છે.

આ પણ વાંચો --  VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ નામાંકન ભર્યું

Tags :
boybranchcaughtCrimetheftTwoVadodarawheeleryoung
Next Article