VADODARA : ભરોસાનો વ્યક્તિ જ નિકળ્યો લૂંટ વીથ મર્ડરનો આરોપી
VADODARA : વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતિને ત્યાં આજે સવારે અચાનક લાઇટ જતી રહી હતી. જે બાદ 70 વર્ષીય વૃદ્ધ મહિલા સુખજિત કૌર બહાર નિકળ્યા હતા. અને લૂંટ વીથ મર્ડરનો ભોગ બન્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા શહેર પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને વિવિધ ટીમો બનાવીને આરોપીને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) ગણતરીના કલાકોમાં જ કેસ ઉકેલી નાંખ્યો છે.
સાવકા પુત્રએ આ ઘટનાને અંજામ આપ્યો
સમગ્ર ડિટેક્શન અંગે DCP લીના પાટીલ જણાવે છે કે, આજે વહેલી સવારે વૃદ્ધા સુખજિત કૌર (ઉં. 70) જોડે લૂંટ વીથ મર્ડરની ઘટના બની હતી. જેમાં ભાઇલાલ પાર્ક સોસાયટીમાં સિનિયર સિટીઝન દંપતી એકલા જ રહેતા હતા. બાળકો બહાર રહેતા હતા. તેમનું સવારે સાડા ચાર વાગ્યાના આરસામાં મર્ડર થાય તેવું રિપોર્ટ થયું હતું. હકીકત એવી છે કે વૃદ્ધ દંપતિ એકલું રહેતું હતું. પાડોશીના સાવકા પુત્રએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. વૃદ્ધાના ગળે ચપ્પુનો ઉંડો ઘા મારીને બુટ્ટી અને ચેઇનની લૂંટ કરી હતી. વડોદરા પોલીસ કમિશનર દ્વારા વિવિધ બ્રાન્ચ સાથેની ટીમો તૈયાર કરી હતી. પીસીબી, ડીસીબી, ક્રાઇમ, એસઓજી, ડિસ્ટાફ, એલસીબી, તમામની ટીમો બનાવવામાં આવી હતી.
તેમના ઘરે આવતો જતો રહેતો
વધુમાં જણાવ્યું કે, જે ટીમો દ્વારા સીસીટીવી ચેકીંગના વિસ્તારોની વહેંચણી કરી દેવામાં આવી હતી. આ સાથે ચેકપોસ્ટ અને ટોલનાકા સુધી મેપ લઇને ટીમો બનાવી હતી. આ પ્રકારની એમઓ ધરાવતા લોકોની યાદી બનાવવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચને આ કેસ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે. હકીકત પ્રમાણે વૃદ્ધાની બાજુમાં રહેતો વિશાલ દિપકભાઇ સરોજ (ઉં. 20) તેમને (વૃદ્ધાને) ઘરઘથ્થુ મદદ કરતો રહેતો હતો. તેમના ઘરે આવતો જતો રહેતો હતો. આરોપીએ આજે વહેલી સવારે આવીને વૃદ્ધાના ઘરે આવીને વિજ કનેક્શનની સ્વીચ પાડી દીધી હતી. પછી અંધારૂ થઇ ગયું હતું. એસી બંધ થતા વૃદ્ધા બહાર આવ્યા હતા. દરમિયાન અંધારાનો લાભ લઇને તે ગળે ચાકુ મારીને લૂંટ કરીને નાસી ગયો હતો.
મીસીંગની અરજી નોંધાવવામાં આવી
તેમણે ઉમેર્યું કે, ટેકનીકલ રિસોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચના સફળતા મળી છે. આરોપી ગુનાને અંજામ આપીને પેટ્રોલ પંપ પર જઇ મિત્રને બોલાવે છે. અને તેની મદદથી તે ભાગી છુટે છે. ગુનામાં એક જ આપોરીની સંડોવણી હાલ તબક્કે સામે આવી રહી છે. ગુનાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. વિશાલ 14 તારીખથી પિતાના એટીએમ કાર્ડ વિવિધ કાર્ડ લઇને જતો રહ્યો હતો. તેની મીસીંગની અરજી મકરપુરા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. વિશાલ સરોજે મર્ડર કર્યાનું ધ્યાને આવ્યું છે. તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. લુંટવા ઇરાદે આ ઘટનાને અંજામ આપ્યો છે. તેને ખ્યાલ હતો કે સિનિયર સિટીઝન એકલા રહે છે. તેમની જોડે કોઇ નથી હોતું. વહેલી સવારે વૃદ્ધાને ઉઠી જવાની આદત છે. તેઓ ઉઠીને બહાર બેસે છે, અને ત્યાર બાદ તે ગુરૂદ્વારા દર્શન કરવા માટે જાય છે.
કોઇ પણ સુરાગ ન રહે
તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલમાં આરોપીની અટકાયત કરવામાં આવી છે. ડ્રગ્સના એંગલની તપાસ કરવામાં આવશે. તે બાજુમાં જ રહેતો હોવાથી, અને ઓળખતે હોવાના કારણે ગુનાનું ડિટેક્શન ન થાય, કોઇ પણ નજરે જોનાર હતું નહિ, કોઇ પણ સુરાગ ન રહે, અને પોતે બચી શકે તે માટે મર્ડર કર્યાનું હાલ લાગી રહ્યું છે.
શંકાસ્પદ મુવમેન્ટ જોઇ
તેમણે આખરમાં ઉમેર્યું કે, વિશાલના સ્ટેપ ફાધર સુખવિંદરસિંગ પર 17 જેટલા ગુના દાખલ થયેલા છે. જેમાં ચોરી, મોબાઇલ, એન્જીન નંબર બદલવા અને મર્ડરનો ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપી 20 વર્ષનો યુવક છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને તરસાલી જીઇબી ઓફિસ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. અલગ અલગ સીસીટીવી અને શંકાસ્પદ મુવમેન્ટ જોઇ, તેના આધારે એક શખ્સ પર શંકા ગઇ, બાઇક તેને લઇ જાય છે. તેમા મિત્રની પણ તપાસ થઇ રહી છે. શંકાસ્પદ મુવમેન્ટના આધારે તેના સુધી પહોંચવામાં સફળતા મળી છે. તેણે પુછપરછમાં બધુ કબુલ કરે છે. સર્જીકલ ચપ્પુથી ઇજા કરી છે. સુખવિંદર સિંગ સાથે જે પત્ની તરીકે રહે છે, તેમના ડિવોર્સ નથી થયા. 16 જેટલા વર્ષથી તેઓ સાથે રહે છે. આ મહિલાનો પુત્ર છે. તેણે કોઇ પ્લાનીંગ કર્યું છે કે, નહિ તે દિશામાં તપરાસ કરવામાં આવશે. વિશાલ હાલ સુધી કોઇ ગુનાહિત ઇતિહાસ નથી.
આ પણ વાંચો -- VADODARA : સોનીએ આધેડના હાથમાં ચપ્પુ પકડાવી વિડીયો ઉતાર્યો, કારણ ચોંકાવી દેશે