Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પોતાને મત ન આપી શક્યા

VADODARA : આજે વડોદરા (VADODARA) માં લોકસભા (LOKSABHA) અને વિધાનસભાની પેટા ચૂંટણી (VIDHANSABHA BY ELECTION) ને લઇને મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર (CONGRESS LOKSABHA CANDIDATE JASHPALSINH PADHIYAR) પોતાને જ મત નહિ આપી શક્યા હોવાનું સામે...
vadodara   કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પોતાને મત ન આપી શક્યા

VADODARA : આજે વડોદરા (VADODARA) માં લોકસભા (LOKSABHA) અને વિધાનસભાની પેટા ચૂંટણી (VIDHANSABHA BY ELECTION) ને લઇને મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર (CONGRESS LOKSABHA CANDIDATE JASHPALSINH PADHIYAR) પોતાને જ મત નહિ આપી શક્યા હોવાનું સામે આવ્યું છે. તેમણે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે મતદાર તરીકે મતદાન કર્યું છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવારે શહેરના વેમાલીમાંથી આવેલી શાળામાં મતદાન કર્યું છે.

Advertisement

સાદગીનો પરિચય

વડોદરામાં આજે લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી પર મતદાન યોજાઇ રહ્યુંં છે. વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી વહેલી સવારે હરણી સ્થિતી હનુમાનજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ વેમાલી ખાતે આવેલી શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કતારમાં 45 મીનીટ ઉભા રહીને મતદાન કર્યું હતું. આમ, કરી તેમણે પોતાની સાદગીનો પરિચય લોકોને કરાવ્યો હતો.

છોટા ઉદેપુર બેઠકના ઉમેદવાર માટે મતદાન

તો બીજી તરફ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર પોતાને જ મત નહિ આપી શક્યા હોવાનું સામે આવ્યું છે. જશપાલસિંહ પઢીયાર જ્યાંથી મતદાર તરીકે નોંધાયા છે, તે વિસ્તાર છોટાઉદેપુર લોકસભા બેઠક અંતર્ગત આવે છે. તેમણે પોતાની જગ્યાએ છોટા ઉદેપુર બેઠકના ઉમેદવાર માટે મતદાન કર્યું છે. તેમણે પાદરા તાલુકાના એકલબારામાં આવેલી શાળામાંથી મતદાન કર્યું છે.

Advertisement

રેકોર્ડ બ્રેક મતદાન કરવા માટેની અપીલ

વહેલી સવારથી મતદાન મથકો બહાર મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળતા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો ફળી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ચૂંટણી કમિશનર દ્વારા રેકોર્ડ બ્રેક મતદાન કરવા માટેની અપીલ છેલ્લે સુધી કરવામાં આવી હતી. સાથે જ ભયંકર ગરમીની અસર મતદાન પર ન પડે તે માટે જરૂરી વ્યવસ્થા પણ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

આ પણ વાંચો --  VADODARA : લોકસભા ઉમેદવાર બન્યા “મતદાર”, કતારમાં જોડાઇ કર્યું મતદાન

Advertisement

Tags :
Advertisement

.