Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : લોકસભાના ઉમેદવારનો વિરોધ ભાજપ પુરતો સીમિત નથી

VADODARA : લોકસભા (LOKSABHA - 2024) ની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા બાદ ભાજપ (BJP) માં અનેક જગ્યાઓએ વિરોધ જોવા મળ્યો હતો. પરંતુ આ સ્થિતી માત્ર ભાજપ પુરતી જ સીમિત નથી. ગતરોજ કોંગ્રેસ (CONGRESS) દ્વારા વડોદરા લોકસભા...
vadodara   લોકસભાના ઉમેદવારનો વિરોધ ભાજપ પુરતો સીમિત નથી

VADODARA : લોકસભા (LOKSABHA - 2024) ની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા બાદ ભાજપ (BJP) માં અનેક જગ્યાઓએ વિરોધ જોવા મળ્યો હતો. પરંતુ આ સ્થિતી માત્ર ભાજપ પુરતી જ સીમિત નથી. ગતરોજ કોંગ્રેસ (CONGRESS) દ્વારા વડોદરા લોકસભા બેઠક પરથી જશપાલસિંહ પઢીયારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને હજી 12 કલાક નથી વિત્યા ત્યાં તો તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. અને અગ્રણી દ્વારા કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ ભાઇ) ને ઉમેદવાર બનાવવામાં આવે તેવી માંગ સાથે સોશિયલ મીડિયા પોસ્ટ મુકવામાં આવી છે.

Advertisement

સિલસિલો માત્ર ભાજપ પુરતો સિમિત નથી

વડોદરામાં ભાજપ દ્વારા પ્રથમ રંજનબેન ભટ્ટને ટિકિટ ફાળવવામાં આવી હતી. જે બાદ પોસ્ટર વોર શરૂ થતા તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી હતી. જે બાદ ડો. હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેઓના નામની જાહેરાત બાદ કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયામાં અને સિનિયર આગેવાનો દ્વારા જાહેરમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, આ પ્રકારે ઉમેદવાર સામે નારાજગી દર્શાવવાનો સિલસિલો માત્ર ભાજપ પુરતો સિમિત નથી. કોંગ્રેસના પણ કંઇ આવા જ હાલ છે.

Advertisement

અમદાવાદમાં બેઠેલા ગધેડાઓને કેમ સમજાતી નહિ હોય

ગતરોજ કોંગ્રેસ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને હજી 12 કલાક નથી વિત્યાં ત્યાં તો સોશિયલ મીડિયા પર વિરોધ જોવા મળી રહ્યો છે. અગ્રણી વિનોદ શાહ સોશિયલ મીડિયામાં લખે છે કે, હું કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ કરું છું, અને ભથ્થુભાઇને કોર્પોરેટર બનાવવાની માંગણી કરું છું. વડોદરામાં ભથ્થુ ભાઇ જ ચાલે બીજુ કોઇ ના ચાલે, ભથ્થુ ભાઇને આખું વડોદરા ઓળખે છે, જશપાલસિંહ પઢીયારને વડોદરામાં માત્ર ગણ્યા-ગાંઠ્યા લોકો જ ઓળખતા હશે. આ વાત અમદાવાદમાં બેઠેલા ગધેડાઓને કેમ સમજાતી નહિ હોય.

Advertisement

મને જે સાચુ લાગશે તે હું બેધડક બોલવાનો

વધુ પોસ્ટમાં તેઓ લખે છે કે, જો વડોદરા શહેરનો ઉમેદવાર બદલવામાં નહિ આવે અને ભથ્થુ ભાઇને ઉમેદવાર બનાવવામાં નહિ આવે તો જોવા જેવી થશે. વડોદરામાં ભાજપે ભલે આયાતી ઉમેદવાર મુક્યો, પરંતુ અમારે કોંગ્રેસમાં આયાતી ઉમેદવાર જોઇએ નહિ. કોંગ્રેસમાં કોઇના બાપના સાડાબારી ચાલવાની નથી. હું નિડર કાર્યકર્તા છું. મને જે સાચુ લાગશે તે હું બેધડક બોલવાનો.

સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયા

આમ, લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત બાદ પ્રથમ ભાજપ અને ત્યાર બાદ કોંગ્રેસમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કાર્યકર્તાઓ અને સિનિયર આગેવાનો સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો --  VADODARA : નવો દિવસ, નવી પાણીની લાઇનમાં લિકેજ

Tags :
Advertisement

.