Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સર્કસની મંજૂરી શંકાના દાયરામાં

VADODARA : વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગ્રેટ ગોલ્ડન સર્કસ નામથી સર્કસ ચાલી રહ્યું છે. પ્રાથમિગ વિગતો અનુસાર, આ સર્કસના સંચાલકો પાસે જરૂરી તમામ મંજુરી ન હોવાનું સામે આવ્યું છે. છતાં તેમના દ્વારા સર્કસ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું પ્રાથમિક સુત્રો ઉમેરી રહ્યા...
vadodara   સર્કસની મંજૂરી શંકાના દાયરામાં

VADODARA : વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગ્રેટ ગોલ્ડન સર્કસ નામથી સર્કસ ચાલી રહ્યું છે. પ્રાથમિગ વિગતો અનુસાર, આ સર્કસના સંચાલકો પાસે જરૂરી તમામ મંજુરી ન હોવાનું સામે આવ્યું છે. છતાં તેમના દ્વારા સર્કસ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું પ્રાથમિક સુત્રો ઉમેરી રહ્યા છે. જો કે, ગતરોત આ સર્કસને બંધ કરાવી દેવામાં આવ્યું છે. પરંતુ સંચાલકો દ્વારા જરૂરી તમામ મંજૂરીના અભાવે સર્કસ ચાલુ રાખવા બદલ તેમની સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. સ્થાનિક મહિલા કોર્પોરેટર આ વાતથી અજાણ હોવાનું મીડિયાને જણાવી રહ્યા છે.

Advertisement

રાજ્યભરમાં ફન પાર્ક અને ગેમઝોન બંધ

વર્ષની શરૂઆતમાં જ વડોદરામાં હરણી બોટ કાંડ સર્જાયો હતો. ત્યાર બાદ સરકારે કડકાઇ દાખવી હતી. છતાં ચાર મહિના બાદ રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયો છે. રાજકોટની દુર્ઘટનામાં તો ડીએનએ ટેસ્ટના આધારે સ્વજનની ઓળખ કરવી પડે તેવી સ્થિતી છે. આ ઘટના સામે આવ્યા બાદ રાજ્યભરમાં ફન પાર્ક અને ગેમઝોન બંધ કરાવી દેવામાં આવ્યા છે. વડોદરામાં ગતરાત્રે ફાયર સહિત પાલિકાના વિવિધ વિભાગોની ટીમ દ્વારા શહેરના 9 જેટલા સ્થળોએ ચાલતી વિવિધ એક્ટીવીટી બંધ કરાવી છે. અને જ્યાં સુધી ફરી તપાસ કરવામાં નહિ આવે ત્યાં સુધી કોઇ પણ એક્ટીવીટી સેન્ટર શરૂ કરવામાં નહિ આવે તેવા આદેશો છુટ્યા છે.

Advertisement

તે ગંભીર બાબત છે

તેવામાં વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગ્રેટ ગોલ્ડન સર્કસ ચાલી રહ્યું છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ સર્કસ છેલ્લા 10 દિવસથી ચાલી રહ્યું છે. આ સર્કસના સંચાલકો પાસે તેને ચલાવવા માટે જરૂરી તમામ મંજુરી ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે, ગઇ કાલે આ સર્કસને તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે. પ્રબળ લોકચર્ચા પ્રમાણે, અપુરતી મંજૂરી સાથે છેલ્લા કેટલાય દિવસથી આ સર્કસ ચાલી રહ્યું છે. બે - ત્રણ દિવસ પહેલા તો સર્કસ બહાર બોર્ડ મારીને બંધ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવતું હતું. છતાં અંદરખાને ચાલતું હોવાની પ્રબળ લોક ચર્ચા સામે આવવા પામી છે. આ અંગે કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ મીડિયાને જણાવ્યું કે, સર્કસની મંજુરીને લઇને મને કોઇ જાણકારી નથી. જો તેમણે મંજુરી ન લીધી હોય તો તે ગંભીર બાબત છે. હું આ અંગે આગળ જાણ કરીશ.

આ પણ વાંચો -- VADODARA : રાજકોટની ઘટના બાદ હરણી બોટકાંડમાં મૃતકના પરિવારનું દુ:ખ છલકાયું

Advertisement

Tags :
Advertisement

.