Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ નામાંકન ભર્યું

VADODARA : વડોદરામાં ભાજપના લોકસભા (BJP CANDIDATE LOKSABHA 2024) ઉમેદવાર ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) એ ઇસ્કોન મંદિરથી નવી કલેક્ટર કચેરી સુધી પગપાળા જઇને પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા તેઓ કાલાઘોડા પંચમુખી હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. ત્યાં જઇને...
vadodara   ભાજપના લોકસભા ઉમેદવાર ડો  હેમાંગ જોશીએ નામાંકન ભર્યું

VADODARA : વડોદરામાં ભાજપના લોકસભા (BJP CANDIDATE LOKSABHA 2024) ઉમેદવાર ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) એ ઇસ્કોન મંદિરથી નવી કલેક્ટર કચેરી સુધી પગપાળા જઇને પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા તેઓ કાલાઘોડા પંચમુખી હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. ત્યાં જઇને તેમણે હનુમાનજીના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ તેઓ ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા.

Advertisement

કાર્નિવલ જેવો માહોલ

આજે ભારે જનસમર્થન વચ્ચે ઇસ્કોન મંદિરથી નવી કલેક્ટર કચેરી પહોંચીને ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ નામાંકન પત્ર ભર્યું છે. આ સમયે રાજ્ય સરકારના દંડક બાળુ શુક્લા સહિત ચૂંટાયેલા અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડો. હેમાંગ જોશીએ જણાવ્યું કે, આજે 12 - 39 કલાકે ભાજપના લોકસભા ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. સાથે પાર્ટીના વરિષ્ઠ અગ્રણીઓ અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દરમિયાન અનેક સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એક કાર્નિવલ જેવો માહોલ ઉભો કરીને વડોદરામાં ઉત્સવપ્રિય રીતે ફોર્મ ભરવામાં આવ્યું હતું. આ તકે હર્ષની લાગણી અનુભવું છું. કેન્દ્રિય પાર્લામેન્ટ્રી બોર્ડ અને શિર્ષસ્થ નેતૃત્વનો આભાર માનું છું. આવનારા દિવસોમાં વડોદરાવાસીઓની વધુ સેવા કરી શકું તે માટે કાર્યરત રહીશ. હું પહેલા દિવસે જાહેરાત થઇ ત્યારે જણાવ્યું હતું. આ મારા આશિર્વાદ શાળાના બાળકોના છે. ટેકેદાર તરીકે શિક્ષણ સમિતિના વાલી સભ્યએ સાથ-આશિર્વાદ આપ્યો છે.

કલ્ચર અને હેરીટેજ આગળ વધે તેવા પ્રયાસો

દિવસની શરૂઆત થતા પ્રથમ ડો. હેમાંગ જોશી હનુમાનજીના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા. ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, બે દાયકાથી જ્યાં આસ્થા સંકળાયેલી છે તેવા પંચમુખી હનુમાનજી મંદિરે શીશ ઝુકાવી દિવસની શરૂઆત કરી છે. વડોદરામાં રંજનબેન ભટ્ટ દ્વારા ઘણી વિકાસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે સાથે તેને કેવી રીતે આગળ વધારી શકાય, સાથે સાથે શિક્ષણ, હેલ્થ, રોડ-એર-રેલ ઇન્ફ્રાસ્ટ્ર્ચર વધારી શકાય, તમામ સુવિધાઓ જેને કારણે નોકરીની તકનું સર્જન થાય તેવા પ્રયાસો કરાશે. વડોદરામાં કલ્ચર અને હેરીટેજ કઇ રીતે આગળ વધે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.

Advertisement

10 લાખ લીડ પ્રાપ્ત કરી શકે

વધુમાં તેમણે ઉમેર્યું કે, ક્ષત્રિય સમાજ અને મોવડી મંડળ વચ્ચે ઉષ્માભર્યા વાતાવરણમાં સંવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજે ગુજરાત અને ભારતની અસ્મિતા બચાવવા માટે હરહંમેશ પ્રયત્નો કર્યા છે. તેઓ ધર્મની સાથે રહ્યા છો, અને રહેશે. સી આર પાટીલે તાજેતરમાં વડોદરામાં બેઠક 10 લાખની લીડ પ્રાપ્ત કરી શકે છે, તેમ જણાવ્યું અને તેની માર્ગદર્શિકા પણ આપી છે. તેને અમે અનુસરીશું. જંગી બહુમતીથી જીતવા માટે અમે પ્રયત્નશીલ છીએ.

આ પણ વાંચો -- VADODARA : કાર શોરૂમના ત્રણ માળ આગની લપેટમાં

Advertisement

Tags :
Advertisement

.