Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જળ પૂજા ટાણે ભાજપના મહિલા કોર્પોરેટર પાણીમાં લપસ્યા

VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા આજરોજ આજવા સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જળ પુજા કરવા માટે અન્ય કોર્પોરેટરો સાથે ભાજપના વોર્ડ નં - 13 ના મહિલા કોર્પોરેટર જ્યોતિબેન પટેલ પણ પહોંચ્યા...
vadodara   જળ પૂજા ટાણે ભાજપના મહિલા કોર્પોરેટર પાણીમાં લપસ્યા

VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા આજરોજ આજવા સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જળ પુજા કરવા માટે અન્ય કોર્પોરેટરો સાથે ભાજપના વોર્ડ નં - 13 ના મહિલા કોર્પોરેટર જ્યોતિબેન પટેલ પણ પહોંચ્યા હતા. દરમિયાન તેઓ લપસી જતા પાણીમાં બેસી પડ્યા હતા. બાદમાં તેમને સાથી કોર્પોરેટર દ્વારા ટેકો આપીને બહાર કાઢવામાં આવ્યા હતા.

Advertisement

જળ પુજન કરવામાં આવ્યું

દર વર્ષે ચોમાસા પહેલા વડોદરા પાલિકા દ્વારા આજવા સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે આજરોજ કરવામાં આવ્યું છે. તે નિમિત્તે મોટી સંખ્યામાં કોર્પોરેટર આજવા સરોવર ખાતે હાજર રહ્યા છે. ભગવાન સત્યનારાયણની કથા બાદ જળ પુજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ દાદરા વાટે નીચે ઉતરીને કોર્પોરેટર દ્વારા તેમાં હાજરી આપવામાં આવી હતી. જળ પુજા દરમિયાન વડોદરાના વહીવટી વોર્ડ નં - 13 ના મહિલા કોર્પોરેટર જ્યોતિબેન પટેલ પાણીમાં લપસી પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

કોર્પોરેટરે ટેકો આપ્યો

જો કે, ઘટના સમયે પાલિકાના અન્ય સાથી કોર્પોરેટર હોવાથી તેમણે ટેકો આપીને જ્યોતિ બેનને પાણીમાંથી બહાર કાઢી લીધા હતા. આ ઘટનાનો વિડીયો હાલ સામે આવ્યો છે. જેમાં જ્યોતિબેન પાણીમાં બેઠેલા દેખાય છે. અને સાથી કોર્પોરેટર તેમને ટેકો આપીને બહાર કાઢી રહ્યા છે. દરમિયાન તેમનું પર્સ કિનારે જોવા મળે છે. વિડીયોમાં અન્ય મહિલા કોર્પોરેટર આંગળી વડે ઇશારો કરીને મોબાઇલ તરફ સંકેત કરતા હોવાનું જોવા મળી રહ્યું છે.

Advertisement

ગાયકવાડી સાશનની દેન

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરને પાણીનો જથ્થો પુરો પાડનાર એક મહત્વનું જળ સ્ત્રોત આજવા સરોવર છે. જે ગાયકવાડી સાશનની દેન છે.

આ પણ વાંચો -- VADODARA : ભાજપના પૂર્વ કોર્પોરેટરે લખવું પડ્યું, “શરમ આવવી જોઇએ”

Advertisement

Tags :
Advertisement

.