Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ભાજપના મહિલા કોર્પોરેટરે કોન્ટ્રાક્ટરને "પાવર" બતાવ્યો

VADODARA : વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટર (VADODARA BJP CORPORATOR) દ્વારા કોન્ટ્રાક્ટરને પાવર બતાવવામાં આવ્યો છે. ગેસની લાઇન નાંખવાની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં અડચણ થતા સ્થાનિક વિસ્તારમાં પાણીના પ્રશ્નો સર્જાયા હોવાનું સામે આવ્યું છે. જે અંગે સ્થળ પર જઇને તપાસ કરતા...
08:36 AM Jun 12, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટર (VADODARA BJP CORPORATOR) દ્વારા કોન્ટ્રાક્ટરને પાવર બતાવવામાં આવ્યો છે. ગેસની લાઇન નાંખવાની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં અડચણ થતા સ્થાનિક વિસ્તારમાં પાણીના પ્રશ્નો સર્જાયા હોવાનું સામે આવ્યું છે. જે અંગે સ્થળ પર જઇને તપાસ કરતા કોન્ટ્રાક્ટરની બેદરકારી ખુલ્લી પડી છે. જે બાદ આક્રોષિત કોર્પોરેટરે કોન્ટ્રાક્ટરને ખખડાવીને કહ્યું કે, આવા નાના નાના કામો માટે અમારે કમિશનરને ફોન કરવાનો. તમારા અધિકારીને અહિંયા બોલાવો !

કમિશનરે ધ્યાન આપવાનું

વડોદરાના વહીવટી વોર્ડ નં - 13 માં આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટ તથા તેની આજુબાજુના વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાતા વાત સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકા સુધી પહોંચી હતી. આ અંગે જાગૃતિબેન કાકાએ સ્થળ મુલાકાત લેતા ધ્યાને આવ્યું કે, ગેસ લાઇન નાંખવાની કામગીરી દરમિયાન અડચણ સર્જાતા સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યા પડી રહી છે. જેને લઇને તેઓ રોષે ભરાયા હતા. અને તાત્કાલીક ઘટના સ્થળે હાજર કોન્ટ્રાક્ટરને પાવર બતાવી દીધો હતો. જેનો વિડીયો સામે આવ્યો છે. જેમાં આક્રોષિત ભાજપના મહિલા કોર્પોરેટર વિડીયોમાં કોન્ટ્રાક્ટરને ખખડાવતા કહે છે કે, આવા નાના કામોમાં કમિશનરે ધ્યાન આપવાનું. આવા નાના નાના કામો માટે અમારે કમિશનરને ફોન કરવાનો. તમારા અધિકારીને અહિંયા બોલાવો !

ત્રણ જગ્યાઓ પર લીકેજ સામે આવ્યું

ઘટના બાદ ભાજપના વોર્ડ - 13 ના કોર્પોરેટર જાગૃતિબેન કાકા જણાવે છે કે, ગંગોત્રી એપાર્ટમેન્ટના આજુબાજુની સોસાયટીઓમાં પાણી બંધ હતું. અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. પહેલા તેમણે જણાવ્યું કે, લાઇન તુટી છે, એટલા માટે ઓછા પ્રેશરથી પાણી આવી રહ્યું છે. છતાં તપાસ કરતા કાર્યકર્તાએ ધ્યાન દોર્યું કે, વિસ્તારમાં ગેસ લાઇનની કામગીરી ચાલી રહી છે. દરમિયાન કોઇ ફોલ્ટ થયો હોય તેમ લાગે છે. જે અંગે તપાસ કરતા ત્રણ જગ્યાઓ પર લીકેજ સામે આવ્યું છે. જે બાદ પાલિકાના કમિશનર અને ચેરમેનને આ અંગે જાણ કરવામાં આવી છે. બાદમાં કામ શરૂ કરવામાં આવ્યું છે. જે કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાશે તેને ચોક્કસ દંડ ફટકારવામાં આવશે. વોર્ડ નં - 13 અને 14 જુનો વિસ્તાર છે, સીટી વિસ્તાર છે, અને ગીચ વિસ્તાર છે, એટલે પાણીની લાઇનને લઇને પ્રશ્નો સામે આવતા હોય છે.

આ પણ વાંચો -- VADODARA : બાજવા બ્રિજ પર તકતી લાગતા પહેલા જ ગાબડું

Tags :
BJPcontractorCorporatorforharshinNegligencetouseVadodarawordsWork
Next Article