Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : BJP કોર્પોરેટરના રિસોર્ટમાં પુરવઠા વિભાગનો દરોડો, જાણો શું મળી આવ્યું

VADODARA : હાલોલ (HALOL) મામલતદાર કચેરીની પુરવઠા વિભાગની ટીમે શિવરાજપુરના ભાટમાં કેરેવાન સરાઈ રિસોર્ટ (CARAVAN SERAI RESORT) ખાતે છાપો મારી ઇન્ડિયન ગેસના ૩૨ જેટલા કોમર્શિયલ સિલિન્ડર ઝડપી પાડ્યા હતા. વડોદરાના ભાજપના કોર્પોરેટર બંદિશ શાહના રિસોર્ટમાં નિયમ વિરુદ્ધ સિલિન્ડર રાખવામાં આવ્યા...
08:28 AM Jun 14, 2024 IST | PARTH PANDYA

VADODARA : હાલોલ (HALOL) મામલતદાર કચેરીની પુરવઠા વિભાગની ટીમે શિવરાજપુરના ભાટમાં કેરેવાન સરાઈ રિસોર્ટ (CARAVAN SERAI RESORT) ખાતે છાપો મારી ઇન્ડિયન ગેસના ૩૨ જેટલા કોમર્શિયલ સિલિન્ડર ઝડપી પાડ્યા હતા. વડોદરાના ભાજપના કોર્પોરેટર બંદિશ શાહના રિસોર્ટમાં નિયમ વિરુદ્ધ સિલિન્ડર રાખવામાં આવ્યા હોવાથી પુરવઠા વિભાગે કાર્યવાહી કરી હતી.

અચાનક છાપો

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ. ટી.મકવાણા અને હાલોલ મામલતદાર પ્રદિપસિંહ ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ નાયબ પુરવઠા મામલતદાર અને તેઓની ટીમે આજે ગુરુવારે બપોરે ૨:૦૦ વાગ્યાના સુમારે હાલોલ તાલુકાના શિવરાજપુર ગામ પાસે આવેલ ભાટ ગામે ચાલતા કેરેવાન સરાઇ રિસોર્ટ (CARAVAN SERAI RESORT) ખાતે અચાનક જ છાપો મારી આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં હાલોલ નાયબ પુરવઠા મામલતદાર અને તેઓની ટીમના કર્મચારીઓને કેરેવાન સરાઇ રિસોર્ટ ખાતેથી તપાસ દરમિયાન ૧૯ કિલોગ્રામ વજનની ક્ષમતા વાળા કોમર્શિયલ ગેસના ભરેલા સિલિન્ડર ૧૧ નંગ અને ખાલી સિલિન્ડર નંગ ૨૧ મળી કુલ ૩૨ જેટલા ગેસના સિલિન્ડર મળ્યા આવ્યા હતા.

મુદ્દામાલ જપ્ત કર્યો

જેમાં કેરેવાન સરાઇ રિસોર્ટ ખાતે આ કોમર્શિયલ ગેસનો ઉપયોગ વ્યવસાયિક હેતુસર માટે કરવામાં આવતો હતો .જેને લઇને ૩૨ જેટલા ગેસના સિલિન્ડર જેમાં ૧૯ કિલોગ્રામ વજનની ક્ષમતા ધરાવતા ઇન્ડિયન ગેસના ૦૮ નંગ ભરેલા સિલિન્ડર, અને ૧૯ કિલોગ્રામ વજન વાળા ૦૫ ખાલી સિલિન્ડર તેમજ ભારત ગેસના ૧૯ કિલોગ્રામ વજનવાળા ૧૫ નંગ ખાલી સિલિન્ડર તેમજ રિલાયન્સના ૧૫ કિલોગ્રામ વજનવાળા ૦૪ ખાલી સિલિન્ડર મળી કુલ ૩૨ નંગ સિલીન્ડર જેની કિંમત ૭૬,૯૪૮/- રૂપિયાનો મુદ્દામાલ હાલોલ નાયબ પુરવઠા મામલતદાર સહિત તેઓની ટીમે સ્થળ પરથી જપ્ત કર્યો હતો .

ફફડાટ વ્યાપી જવા પામ્યો

જેમાં પ્રવાહી પેટ્રોલિયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ ૨૦૦૦ની કંડિકા ૩(૧)(ગ)ની જોગવાઈ મુજબ ૧૯ કિલોગ્રામ વજનની ક્ષમતાવાળા ગેસ સિલિન્ડર માત્ર ૧૦૦ કિલો ગ્રામ સુધી સંગ્રહ કરી શકાય છે, જે નિયમનો સરે આમ ભંગ કરી કેરેવાન સરાઇ રિસોર્ટના સંચાલકોએ ૧૦૦ કિલો કરતાં વધુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો રાખી તેનો વ્યાપારિક હેતુસર ઉપયોગ કરતા હોવાને લઈને હાલોલ નાયબ પુરવઠા મામલતદારની ટીમ દ્વારા તમામ ૩૨ બોટલો જપ્ત કરી તેને સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલોલ પુરવઠા વિભાગની ટીમે તાલુકાના શિવરાજપુર નજીક ભાટ ગામે આવેલ કેરેવાન સરાઈ રિસોર્ટ ખાતેથી ૩૨ જેટલા કોમર્શિયલ ગેસના સિલિન્ડર જપ્ત કરતા, સમગ્ર હાલોલ પંથકમાં કોમર્શિયલ સિલિન્ડરનો પર્યાપ્ત જથ્થાથી વધુ નો જથ્થો રાખી કોમર્શિયલ સિલેન્ડરનો વ્યવસાયિક રીતે ઉપયોગ કરતા કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : “સરકારને કરોડોનું નુકશાન થયું”, BJP MLA નો કલેક્ટરને પત્ર

Tags :
BJPcaravancaughtCorporatorcylindersgasinlargeOfficerQuantityRaidResortseraiSupplyVadodara
Next Article