Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારો પર JCB પરથી પુષ્પવર્ષા

VADODARA : વડોદરામાં ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર (BJP CANDIDATE) દરમિયાન જેસીબી (JCB) પરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અસામાજીક તત્વો પર ડર બેસાડવા માટે અને તેમના ગેરકાયદેસર સામ્રાજ્ય પર પ્રહાર કરવા માટે જેસીબી-બુલડોઝર ચર્ચામાં આવ્યું હતું. જો...
vadodara   ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારો પર jcb પરથી પુષ્પવર્ષા

VADODARA : વડોદરામાં ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર (BJP CANDIDATE) દરમિયાન જેસીબી (JCB) પરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અસામાજીક તત્વો પર ડર બેસાડવા માટે અને તેમના ગેરકાયદેસર સામ્રાજ્ય પર પ્રહાર કરવા માટે જેસીબી-બુલડોઝર ચર્ચામાં આવ્યું હતું. જો કે, ચૂંટણી ટાણે બુલડોઝરનો ઉપયોગ ઉમેદવારો પર પુષ્પવર્ષા કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન્ડ ધીરે ધીરે જામી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.

Advertisement

પ્રચાર અર્થે ફેરણીમાં જોડાયા

વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 7 મી તારીખે મતદાન યોજાનાર છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પુરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે આજે વડોદરાના વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી અને વાઘોડિયા વિધાનસભા ઉમેદવાર ધર્મન્દ્રસિંહ બાપુ પ્રચાર અર્થે ફેરણીમાં જોડાયા હતા.

બુલ્ડોઝરનો ઉપયોગ ગેરકાયદેસર સંપત્તિઓ દુર કરવા થતો

આ તકે બંને ઉમેદવારો પર રોડની બંને બાજુએ જેસીબી ઉભા કરીને તેના પર સમર્થકો ચઢી ગયા હતા. અને જેવી ઉમેદવારોની ફેરણી તેમના સુધી આવી ત્યાં તો તેમના પર જેસીબી પરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. જેસીબી પરથી પુષ્પવર્ષા કરતા ઉમેદવારોમાં હર્ષની લાગણી વ્યાપી હતી. ચૂંટણી પહેલા જેસીબી-બુલ્ડોઝરનો ઉપયોગ અસામાજીક તત્વોની ગેરકાયદેસર સંપત્તિઓ દુર કરવા માટે થતો હતો. સરકારના આ નિર્ણયની ભારે સરાહના પણ કરવામાં આવી રહી હતી. ત્યારે આજે ચૂંટણી ટાણે બુલ્ડોઝરનો ઉપયોગ ઉમેદવારો પર પુષ્પવર્ષા કરવા માટે થઇ રહ્યો છે.

Advertisement

નવો ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે

જેસીબીના માધ્યમથી પુષ્પવર્ષા ઇન્ટરનેટ પર સતત છવાયેલી રહે છે. આ વિડીયોઝને સોશિયલ મીડિયામાં ભારે લાઇક, વ્યુઝ અને કોમેન્ટ પણ મળે છે. આ નવો ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે. દરમિયાન વાઘોડિયા વિધાનસભામાં ઉમેદવારો પર જેસીબીમાંથી પુષ્પવર્ષા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : બાર ફૂટના રંગલો-રંગલી મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા

Advertisement

Tags :
Advertisement

.