ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ગૌ માંસના સમોસાની ફેક્ટરીની તપાસમાં વધુ આરોપીઓ સુધી પહોંચી પોલીસ

VADODARA : વડોદરામાં ઝોન - 4 એલસીબી દ્વારા ગૌ માંસના સમોસાનું શહેરભરમાં વેચાણ થતું હોવાનો સનસનીખેજ મામલો ઝડપી પાડ્યો છે. આ મામલે અત્યાર સુધી 6 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જેમના રિમાન્ડ દરમિયાન અન્ય આરોપીઓની સંડોવણી સામે આવતા તેઓને...
02:50 PM Apr 10, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરામાં ઝોન - 4 એલસીબી દ્વારા ગૌ માંસના સમોસાનું શહેરભરમાં વેચાણ થતું હોવાનો સનસનીખેજ મામલો ઝડપી પાડ્યો છે. આ મામલે અત્યાર સુધી 6 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જેમના રિમાન્ડ દરમિયાન અન્ય આરોપીઓની સંડોવણી સામે આવતા તેઓને દબોચી લેવામાં આવ્યા છે. અને આ મામલાના મુળિયા સુધી પહોંચવા પોલીસે કમર કસી છે.

સંચાલકો અને શ્રમિકો મળી 6 લોકોની અટકાયત

થોડાક દિવસો પહેલા શહેરના સિટી પોલીસ મથક વિસ્તારમાંથી ઘરમાં જ ધમધમતી ગૌ માંસના સમોસા બનાવતી ફેક્ટરી ઝોન - 4 એલસીબી દ્વારા પકડી પાડવામાં આવી હતી. જે બાદ ફેક્ટરીના સંચાલકો અને શ્રમિકો મળી 6 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ લોકોની સંડોવણી હોવાનું પોલીસના ધ્યાને આવતા તેઓને દબોચી લેવામાં આવ્યા છે. અને આ કેસની ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઇમરાન અને ફરદીન પાર્ટનરશીપમાં બિઝનેસ કરે છે

DCP પન્ના મોમાયા જણાવે છે કે, ગૌ માંસના સમોસા મામલે સૌ પ્રથમ છ આરોપીની અટકાયત કરવામાં આવી હતી. તેઓના એક દિવસના રિમાન્ડ મળ્યા હતા. દરમિયાન તેમણે ભાલેજ પાસેથી આ ગૌ માંસ ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે ભાલેજના ઇમરાનની અટકાયત કરવામાં આવી હતી. કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. તેની પુછપરછમાં મહંમદ ફરદીન કાસમભાઇ કુરેશી (રહે. કુરેશી મહોલ્લો, ખાટકીવાડ, પલ્સનડેરી, આણંદ) નામના શખ્સનું નામ ખુલ્યું હતું. તેની પાસેથી વડોદરામાં સમોસાના દુકાનના સંચાલક યુસુફે ખરીદ્યું હતું. ઇમરાન અને ફરદીન પાર્ટનરશીપમાં બિઝનેસ કરે છે. ફરદીન 20 વર્ષની ઉંમરનો છે. ગૌ વંશનો સપ્લાય કરે છે. તે અગાઉ કોઇ ગુનામાં પકડાયેલો નથી. ભાલેજમાં ઇમરાન અને ફરદીન મળીને ગૌવંશના માંસનું કામ કરતા હતા. કઇ રીતે કરતા હતા તેની તપાસ ચાલુ છે.

ગૌ વંશ સસ્તા ભાવે મળતું

વધુમાં ડીસીપી પન્ના મોમાયા જણાવે છે કે, વડોદરામાંથી ગૌ માંસ ખરીદનારની તપાસ ચાલુ છે. યુસુફ અને નઇમ આખા વડોદરામાં આ સમોસા મોકલતા હતા. ગૌ વંશ સસ્તા ભાવે મળતું હતું, આર્થિક ફાયદો મેળવવા માટે આ કામ કરતા હતા. વડોદરાનું કોઇ કતલખાનું આમાં સંડોવાયેલું છે કે નહિ તે દિશામાં તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : વધુ પૈસા કમાવવાની લ્હાયમાં પિતા-પુત્ર ગૌમાંસના સમોસા વેચતા

આ પણ વાંચો -- VADODARA : સસ્તામાં કાર-બાઇક મેળવવાના ચક્કરમાં મહેનતના પૈસા ગુમાવ્યા

Tags :
accusedbeefbycaughtfactoryInvestigationMorepolicesamosaVadodara
Next Article