Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : બાજવામાં વેરહાઉસ આગની લપેટમાં

VADODARA : વડોદરાના બાજવા એસ્ટેટ (BAJWA ESTATE) માં આવેલ વેર હાઉસ આગ (FIRE) ની લપટેમાં આવી ગયાની ઘટના સામે આવી છે. આગ એટલી ભીષણ હતી કે કાબુ મેળવવા માટે 10 જેટલા ફાયર ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા...
01:12 PM Apr 10, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરાના બાજવા એસ્ટેટ (BAJWA ESTATE) માં આવેલ વેર હાઉસ આગ (FIRE) ની લપટેમાં આવી ગયાની ઘટના સામે આવી છે. આગ એટલી ભીષણ હતી કે કાબુ મેળવવા માટે 10 જેટલા ફાયર ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવતા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ ઘટનામાં મોટું નુકશાન થવાની શંકા સેવાઇ રહી છે. સદ્નસીબે આગમાં કોઇ જાનહાની નહિ થઇ હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.

સવારે અચાનક આગ ભભુકી નિકળી

વડોદરા પાસે બાજવા એસ્ટેટમાં વેરહાઉસ આવેલા છે. જેમાં સરકારી ગોડાઉન નજીક જે જી એસ્ટેટમાં એક મેડીસીનનું ગોડાઉન આવેલું છે. જેમાં આજે સવારે અચાનક આગ ભભુકી નિકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગનું વિકરાળ સ્વરૂપ જોઇને બેકઅપમાં વધુ ફાયર ફાયર ફાઈટરો મંગાવવા પડ્યા હતા. સાથે જ ફાયર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

10 જેટલા ફાયર ફાયટરોની મહા મહેનત

મળસ્કે લાગેલી આગમાં થોડાક સમય બાદ નજીકનું ગોડાઉન પણ લપેટમાં આવી ગયું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જેને લઇને ફાયર લાશ્કરોએ વધુ સતર્કતા દાખવાની આગ પર કાબુ મેળવવાની કામગીરી વધુ તેજ કરી દીધી હતી. અંદાજે 10 જેટલા ફાયર ફાયટરોની મહા મહેનતના અંતે આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી હતી.

નુકશાનીનો સરવે હાથ ધરવામાં આવશે

સુત્રોએ ઉમેર્યું કે, વિવિધ 5 ફાયર સ્ટેશનોમાંથી ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ વિકરાળ આગમાં વેરહાઉસમાં રહેલો મોટા ભાગનો સામાન ખાખ થઇ ગયો હતો. તો બીજી તરફ કોઇ પણ જાનહાનીની ઘટના સામે ન આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આગ પર કાબુ મેળવી લીધા બાદ નુકશાનીનો સરવે હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો -- VADODARA : 3 વર્ષમાં 190 ગામોમાં ડેન્ગ્યુના કેસો મળી આવ્યા

Tags :
bajwacaughtcontrolledestatefireVadodarawarehouse
Next Article