ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : બાજવા બ્રિજ પર તકતી લાગતા પહેલા જ ગાબડું

VADODARA : વડોદરા (VADODARA) ના નવા તૈયાર કરાયેલા બાજવા બ્રિજ (BAJWA BRIDGE) પર ઉદ્ઘાટન બાદ બંને તરફ તકતી લાગે તે પહેલા જ બ્રિજ પર ગાબડાની ઘટના સામે આવી છે. જેને લઇને લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તો બીજી...
07:56 AM Jun 12, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના નવા તૈયાર કરાયેલા બાજવા બ્રિજ (BAJWA BRIDGE) પર ઉદ્ઘાટન બાદ બંને તરફ તકતી લાગે તે પહેલા જ બ્રિજ પર ગાબડાની ઘટના સામે આવી છે. જેને લઇને લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તો બીજી તરફ ગાબડું સામે આવતા જ કોન્ટ્રાક્ટર દ્વારા તેને રીપેર કરવાની તજવીજ તાબડતોબ શરૂ કરવામાં આવી છે. બ્રિજ શરૂ કરાયાના માત્ર 90 દિવસમાં જ ગાબડું સામે આવતા કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજના કામમાં કરવામાં આવેલી ગોબાચારી સામે આવવા પામી છે.

બ્રિજમાં ગોબાચારી

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ત્રણ મહિના પહેલા રૂ. 34 કરોડના ખર્ચે બાજવા બ્રિજ તૈયાર કરીને પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે તાજેતરમાં બ્રિજ પર મોટુ ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઇને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બ્રિજમાં ગાબડા બાદ લોક રોષ પારખી જઇ કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ કરોડોના ખર્ચે તૈયાર કરેલા બ્રિજમાં થયેલી ગોબાચારી હાલ પંથકમાં ચર્ચાનો વિષય બની છે.

કોન્ટ્રાક્ટરને સીધોદોર કરવો જોઇએ

સુત્રોના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે બ્રિજના ઉદ્ઘાટન બાદ બંને તરફ કોના દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો સહિતની માહિતી આપતી તકતી મુકવામાં આવતી હોય છે. જે આ બાજવા બ્રિજમાં મુકવાની બાકી છે. તે મુકાય તે પહેલા જ ગાબડું સામે આવતા હવે ભ્રષ્ટાટારી કોન્ટ્રાક્ટરને સીધોદોર કરવો જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાલ દિલ્હીની મુલાકાતે છે. તેઓ પરત ફરતા જ બ્રિજની મુલાકાત લે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચો -- VADODARA : દુષ્કર્મના આરોપી સ્વામીને પકડવા પોલીસના વડતાલમાં ધામા

Tags :
bajwaBridgeConstructiondonepatchpatchworkpoorsmalltornVadodara
Next Article